પહેલાં... અને આજે ...


પહેલાં...

નિશાળમાં જે ઠોઠ છોકરો હોય એને જ ટ્યૂશન આપવું પડતું હતું.

આજે...

ઠોઠ છોકરાને ટ્યૂશન ક્લાસમાં એડમિશન પણ મળતું નથી !

***

પહેલાં...

આપણે ઘરમાં ગુજરાતી થાળી ખાતા  હતા અને પિત્ઝા ખાવા બહાર જતા હતા.

આજે...

ગુજરાતી થાળી ખાવા માટે બહાર જઈએ છીએ અને પિત્ઝા ફોન કરીને ઘરે મંગાવીએ છીએ !

***

પહેલાં...

સોસાયટીના કોમન-પ્લોટમાં ક્રિકેટ બાબતે છોકરાંઓ લડી પડતા હતા.

આજે...

કોમન-પ્લોટમાં પાર્કિંગ બાબતે મોટાઓ લડી પડે છે !

***

પહેલાં...

કંઈપણ ખાતાં પહેલાં વિચારતા હતા કે ભૂખ કેટલી છે ?

આજે...

કંઈપણ ખાતા પહેલાં પૂછે છે, કેલેરી કેટલી છે ?

***

પહેલાં...

વડીલો આવતીકાલનો વિચાર કરતા હતા.

આજે...

વડીલો ગઈકાલના જ વિચારોમાં મશગૂલ છે !

***

પહેલાં...

હીરો-હિરોઈનનું શૂટીંગ ચાલતું હોય તો લોકોનાં ટોળાં જોવા માટે ભેગા થઈ જતાં હતાં.

આજે...

આજે તો ફાલતૂ કપલ્સના પણ પ્રિ-વેડિંગ શૂટિંગો થાય છે ! એમને કોઈ જોવા નથી આવતું છતાં કપલો શહેરથી દૂર દૂર જઈને શૂટિંગ કરાવે છે !

***

પહેલાં...

ઋષિ-મુનિઓ સમજાવતા કે મા-બાપનું શું મહત્વ છે.

આજે...

મા-બાપો પોતે જ એવા મેસેજો મુક્યા કરે છે !

***

પહેલાં...

રોગચાળો આપણા દેશમાંથી જ ફેલાતો હતો.

આજે....

આજે તો તીડ પાકિસ્તાનથી અને વાયરસ ચીનથી આવે છે !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments