CAA માટે સોલ્લિડ સજેશન !


સરકારે કહ્યું છે કે નાગરિકતા કાનૂનમાં સુધારા માટે જે કંઈ સજેશનો હોય તે અમને મોકલી આપો...

તો બોસ, આપડી કને એક સોલ્લિડ સજેશન છે !

***

જેણે જેણે રેલ્વેનો એક પાટો ઉખેડવામાં, એક બસ સળગાવવામાં કે એક પોલીસચોકી બાળવામાં મદદ કરી હોય...

...તથા જેણે પાંચ પથ્થર માર્યા હોય, CAAના વિરોધમાં પાંચ ફેસબુક પોસ્ટ લખી હોય, પચ્ચીસ વોટ્સએપ પોસ્ટ ફોરવર્ડ કરી હોય, પચ્ચીસ સૂત્રો પોકાર્યાં હોય...

...તથા બે લેખ, બે ભાષણ, બે ટીવી ચર્ચામાં પુરતો ઘોંઘાટ કર્યો હોય...

તે સૌને ‘મહાદયાવાન નાગરિક’નો વિશેષ દરજ્જો આપવામાં આવશે ! યસ.

***

ત્યાર બાદ આ દરેક ‘મહાદયાવાન’ નાગરિક બાંગ્લાદેશથી ગેરકાયદેસર ઘૂસેલા એક ફેમિલીને પોતાના ઘરમાં 
આશરો આપશે ! યસ.

***

એટલું જ નહિ, એ કુટુંબના તમામ સભ્યોનો રહેવા, ખાવા, 
પીવા, કપડાં, લત્તાં, મનોરંજન વગેરેનો તમામ ખર્ચ ઉપાડી લેશે. (મહાદયાવાન છો. યાર !)

***

આ ગેરકાનૂની ઘૂસણખોર કુટુંબમાં જ્યારે જ્યારે પ્રસૂતિઓ થાય ત્યારે તેનો ખર્ચ અને ‘આવનાર’ નવા ગેરકાનૂની નાગરિકની તમામ જવાબદારીઓ પણ સંભાળવાની રહેશે. થેન્ક્યુ મહાદયાવાનો !

***

કાયદેસરના નાગરિકોને સરકાર તરફથી જે સહાયો મળે છે, જેમ કે, મા-કાર્ડ, આવાસ યોજના, મનરેગા, મફત તબીબી સારવાર, સ્કોલરશીપ, ગેસ સબસીડી... વગેરે સહાય પણ ગેરકાનૂની નાગરિકોને પોતાના જ ખર્ચે આપશે. આહાહા... આને કહેવાય દયા ! અનુકંપા ! કરુણા !

***

આ ગેરકાનૂની ઘૂસણખોરોની ધાર્મિક લાગણી દૂભાય અને તમારી સાથે ઝગડો, મારામારી, તોડફોડ કે ત્રાસ કરે તો સરકાર વચ્ચે પડશે નહિ. સોરી.

***

અને હા, તમામ વિવાદો માટે બાંગ્લાદેશની ઢાકા કોર્ટમાં જ કેસો ચાલશે ! ઓકે ?

***

- મન્નુ શેખચલ્લી

 

Comments