લો, વધુ એક ગીતમાલાનો વિષય મળી ગયો ! દિલ્હીમાં એર-પોલ્યુશન !
પ્રિયંકા ચોપરાથી લઈને ભાજપના નેતાઓ પણ આ ‘વહેતી હવા’માં હાથ ધોઈ રહ્યા છે તો અમે શેના બાકી રહીએ ?
***
દિલ્હીમાં વહેતી યમુના નદીના કિનારે એક ફકીર ગાઈ રહ્યો છે....
યે હવા, યે નદી કા કિનારા
પોલ્યુશન કા હૈ સારા નજારા
કહ રહા હૈ, બેખબર...
હો સકે તો ‘માસ્ક’ કર...
અપના ચહેરા, અપની અપની આંખે !
***
શહેરમાં ધૂમ્મસ એટલું છે કે ધોળે દહાડે સ્ટ્રીટ-લાઈટો પણ ચાલુ રાખવી પડે છે. આવા સમયે પેલી પ્રદૂષિત હવા પોતે જ ‘હવા-હવાઈ’ની ધૂનમાં ગાઈ રહી છે...
બિજલી જલાને, મૈં હું આઈ...
કહતે હૈ મુજકો... ‘હવા-તબાહી’ !!
***
પેલી તરફ પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતો જે દર વરસે આ સિઝનમાં પોતાનાં ખેતરોમાં નફ્ફટ બનીને પરાળ સળગાવે જ છે. તેઓનું જોશભર્યું સમૂહગાન ચાલુ જ છે....
હવા હવા, એ હવા,
ધૂમ્મસ બઢા દે...
ફૂલી ફૂલી, યે ફૂલી
સાંસે દબા દે !
ના મૈં તો હટુંગા,
ઈક બાર જલા દે...
‘પરાળ’ જલા દે !
હર સાલ જલા દે...
***
દિલ્હીના લોકો પણ હવે ટેવાઈ ગયા છે. દર વરસે બે-પાંચ દિવસ તો ‘દિવસનો અંધારપટ’ હોય જ છે ! આથી તેઓ સિઝનને આવકારતાં ગાય છે...
કાલી હવા, મૈલી ઘટા
આ હી ગઈ ઝૂમ કે...
માસ્ક લિયે ડોલે સભી
પોલ્યુશન કી ધૂન પે !
***
અને કેજરીવાલ સાહેબ શું કહે છે ? એમની પાસે હરીફરીને એક જ સોલ્યુશન છે... ‘ઓડ-ઈવન’ ! તો સાંભળો એમનું ગીત..
હવા મેં ઊંચા જાયે
મેરા એર-પોલ્યુશન દિલ્હી કા
‘ઓડ-ઈવન’ કરવાયેં
મેરા યહી સોલ્યુશન દિલ્હી કા
હો જી... હો જી...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment