બિચારા કોલેજીયનો આ હેલ્મેટ-રૂલના કડક અમલથી પરેશાન થઈ જવાના છે…
બાઈક ઉપર બેસીને, હેલ્મેટો પહેરીને જો સ્ટાઈલો મારીએ તો સારા લાગીએ. પણ ક્યારે ? એકદમ ટર્ન મારીને ચીઉંઉંઉં.. કરતી બ્રેક મારીને પછી માથેથી હેલ્મેટ ઉતારીએ ત્યારે જ છોકરીઓને ખબર પડે ને, કે સ્ટાઈલો કોણ મારતું હતું ?
બાકી, એ સિવાયના ટાઈમમાં તો હેલ્મેટોનો ત્રાસ છે ! એક હાથમાં મોબાઈલ રાખવાનો, બીજા હાથમાં હેલ્મેટ ઝાલી રાખવાની, તો કોલેજની નોટો ક્યાં રાખવાની ? સ્કુલ-બેગમાં ?
***
આ જ કારણસર કોલેજીયને દૂરથી જ ટ્રાફિક પોલીસને જોતાં જ ગાવા લાગશે :
“પુલીસમેન આલા રે આલા…
જરા બાઈક ઘુમા પીછે લાલા !
અરે એક દો તીન ચાર નહીં
દસ-દસ હૈ પુલીસવાલા !”
***
અમુક કોલેજીયનો નવરાત્રિ પછી સાચવી રાખેલા રબારી ડ્રેસો પહેરી, માથે ફાળિયાં બાંધીને નીકળી પડવાનું વિચારશે :
“મચ ગયા શોર સારી નગરી રે
સારી નગરી રે…
આયા હેલ્મેટ કા રૂલ,
ઈસ સે તો ભલી પઘડી રે !”
***
કોલેજીયન છોકરીઓને તો હેલ્મેટની એલર્જી જ છે ! એમની હેર-સ્ટાઈલો બગડી જાય છે, મેકપ ઉપર પરસેવો દદડે છે અને ડ્રેસ સાથે તો મેચ થતી જ નથી ! ઉપરથી આ પોલીસવાળા તોબા… તોબા…
“ભડકાયે… ધમકાયે…
યે ખાખી વરદીવાલે !
મેરા હેર-સ્ટાઈલ સબ બિગડા
યે હેલ્મેટ હટા લે !
બરબાદ હો રહે હૈં જી
સબ બ્યુટિ-પાર્લર વાલે !
હો… મેરી ફેશન કા
તો અબ રહા બાજા !
મેચિંગ હેલ્મેટ કા
કહાં સે લાઉં ભાડા ?
ભડકાયે… ધમકાયે…
યે ખાખી વરદીવાલે !”
***
અને જેણે જેણે દંડ ભર્યો હશે એમનો તો આ જ ગરબો હશે…
“પોલીસવાળાનો મેમો ફાટ્યો
ને સૂતો હેલ્મેટ-રૂલ જાગ્યો
જવાનલાલ, હેલ્મેટિયા રે લાલ હેલ્મેટિયા…”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment