વરસોથી જેની રાહ જોવાતી હતી એ અયોધ્યા વિવાદનો ચૂકાદો તો આવી ગયો પરંતુ નામદાર કોર્ટને અમારી વિનંતી છે કે કેટલાક અન્ય ચૂકાદાઓ પણ આપી દેવાની તાતી જરૂર છે ! જેમ કે...
***
ચૂકાદો : 1
જ્યારે ટીવીમાં કોઈપણ લાઈવ ક્રિકેટ મેચ આવતી હોય ત્યારે રિમોટ પતિના હાથમાં જ રહેશે. પત્ની પોતાની જે તે સિરિયલ બાદમાં મોબાઈલમાં પણ જોઈ શકે છે.
***
ચૂકાદો : 2
કોઈ પોલીસ કર્મચારી હેલ્મેટ વિના વાહન ચલાવીને જતો દેખાય તો પ્રજા તેને રોકીને, ઘેરીને, મિનિમમ 10 મિનિટ સુધી તેના માથામાં ‘ટપલીદાવ’ કરી શકશે.
***
ચૂકાદો : 3
જે વ્યક્તિ રોજ સવારના પહોરમાં 'ગુડમોર્નિંગ' 'સુપ્રભાત' તથા 'સુવાક્યો'ના સેંકડો મેસેજો મોકલે છે તેના અડધો અડધ મેસેજો જો વંચાયા વિના જ ડિલિટ થતા હોય તો તેને 6 મહિના માટે સોશિયલ મિડિયામાંથી ‘સસ્પેન્ડ’ કરવામાં આવશે.
***
ચૂકાદો : 4
યંગ છોકરાઓ યંગ છોકરીઓને જેટલી ‘લાઈક’ આપે છે એટલી જ લાઈક જો છોકરાઓને નહિ આપતા હોય તો તેમના ફેસબુક એકાઉન્ટ 2 મહિના માટે ‘જપ્ત’ કરવામાં આવશે.
***
ચૂકાદો : 5
પાણીપુરી ખાનારી મહિલાઓ જાગો ! તમને 10 પાણીપુરી ખાધા પછી 11મી પુરી તરીકે ‘ફ્રી દહીંપુરી’ માગવાનો હક છે. જોકે આ કાનૂની સગવડનો લાભ ભાઈઓને મળશે નહીં.
***
ચૂકાદો : 6
જે રીતે રેસ્ટોરન્ટના ગ્રાહકો ત્યાંના કીચનમાં દાખલ થવાનો ‘હક્ક’ માગી શકે છે એ જ રીતે પત્નીઓ રસોઈ બનાવતી વખતે પોતાના પતિને કીચનમાં હાજર રહેવાની ‘ફરજ’ પાડી શકે છે.
***
ચૂકાદો : 7
‘હું કેવી લાગું છું ?’... પત્નીના આવા પ્રશ્નનો જવાબ આપવા માટે પતિ અદાલતમાં જઈને ‘મુદત’ માગી શકે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment