ઈમરાન ખાનની 'જિન્ન' બીબી !


લો બોલો,.કહે છે કે ઈમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા બીબી, એક ‘જિન્ન’ છે !

- અમે કહ્યું કે આ તો એક દિવસ થવાનું જ હતું ! કારણ કે પાકિસ્તાનના ‘ફાધર ઓફ નેશન’ કોણ છે ?... જિન્નાહ !

***

કહે છે કે બુશરા બીબીનું પ્રતિબિંબ અરીસામાં દેખાતું જ નથી !

લો બોલો, એ હિસાબે બુશરા બીબી માટે દિવાલો ઉપર અરીસાને બદલે મોટા મોટા સેલ્ફી મોબાઈલો જ લટકાડ્યા હશે ને !

***

ઈમરાન ખાનની આ ત્રીજી પત્ની છે ને ?

એટલે જ ઈમરાન ખાનના ઘરના અરીસા આજે આ ગીત ગાય છે : “આઈના વહી રહતા હૈ, ચહેરે બદલ જાતે હૈં…”

***

પાકિસ્તાનના એક ફિલ્મ પ્રોડ્યુસર ખુબસુરત બુશરા બીબીને હીરોઈન તરીકે લઈને ‘મુગલે આઝમ’ની રિ-મેક બનાવવા માગતા હતા.

હવે એમણે આ વિચાર પડતો મુક્યો છે કારણ કે લાખો રૂપિયા ખર્ચીને શીશમહેલનો સેટ લગાડ્યા પછી એના સેંકડો અરીસામાં બુશરા બીબી દેખાય જ નહિ, તો ?

***

કહેવાય છે કે ‘જિન્ન’ બહુ તાકતવર હોય છે અને માનવીઓને કંટ્રોલ કરી શકે છે.

- તો બોલો, એ હિસાબે પાકિસ્તાનના ‘સુપર-પ્રાઈમ મિનિસ્ટર’ કોણ કહેવાય ?

***

એ તો ઠીક, પણ આ સમાચાર જાણ્યા પછી મનમોહન સિંહે ઈમરાન ખાનને મેસેજ મોકલ્યો છે :

“હું તમારી પીડા સમજી શકું છું !”

***

ઈમરાન ખાનની ભારત વિરોધી આડોડાઈનું કારણ છેક હવે સમજાયું…

- જિન કે ઘર મેં શીશે નહીં હોતે વોહી દૂસરોં કે ઘર પે પથ્થર ફેંકા કરતે હૈં !

***

- મન્નુ શેખચલ્લી

Comments