ખબર
પાકિસ્તાને ડ્રોન વિમાન વડે ભારતમાં ઘાતક હથિયારો ડ્રોપ કર્યાં.
ખુલાસો
આ જાણીને પાકિસ્તાની પ્રજા ઈમરાન ખાનને કહે છે કે ડ્રોન પાછાં ફરતાં હોય ત્યારે જોડે જોડે ત્યાંથી ટમાટર, બનારસી પાન અને હિન્દી ફઇલ્મોની ડીવીડી લેવા આવે એવું કરો ને.
***
ખબર
નવરાત્રિમાં ભારે વરસાદની આગાહી.
ખુલાસો
અમુક સ્વિમીંગ પુલોએ ગરબાના આયોજકો પાસેથી ટેન્ડરો મંગાવ્યા છે.
***
ખબર
અમુક સેન્ટરો માત્ર વાહનની નંબર પ્લેટનો ફોટો જોઈને PUC કાઢી આપે છે.
ખુલાસો
સાયન્સ આગળ વધી ગયું છે. હવે ડોક્ટરો પણ તમારું આધારકાર્ડ જોઈને દવા લખી આપશે.
***
ખબર
દિવાળીમાં ‘હાઉસફૂલ-4’ નામની ફિલ્મ રિલીઝ થશે.
ખુલાસો
મોટા બજેટની ફિલ્મોનો દેખાવ જોતાં લાગે છે કે આનું પરફોર્મન્સ ‘હાઉસફૂલ 4 દિવસ’ જ રહેશે !
***
ખબર
મોદી સાહેબે 4Dનો જુમલો બનાવ્યો. ડેમોક્રેસી, ડેમોગ્રાફી, ડિમાન્ડ અને ડિસિસિવનેસ.
ખુલાસો
ABCD વડે બનાવેલો મોદી સાહેબનો આ તો 150મો જુમલો છે. ટુંક સમયમાં એની આખી નવી ડિક્શનેરી બહાર પાડવામાં આવશે.
***
ખબર
POKમાં ધરતીકંપ થયો.
ખુલાસો
મોદી ભક્તો માને છે કે “મોદી હૈ તો મુમકીન હૈ.”
***
ખબર
ગુજરાતમાં હેલ્મેટ ન પહેરવાની છૂટ 15 ઓક્ટોબર સુધી લંબાવાઈ છે.
ખુલાસો
નવરાત્રિમાં જીવ બચાવવા કરતાં બહેનોની હેર-સ્ટાઈલો બચાવવી વધારે જરૂરી હતી. “અંજલિભાભી હૈ તો મુમકીન હૈ.”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment