ફિલ્મસ્ટારો ઘમંડી હોય છે, ડ્રામેબાજ હોય છે અને મોટેભાગે બુધ્ધિ વગરના હોય છે છતાં છાપામાં એમના સમાચારો કેવા ‘ભોળા ભોળા’ હોય છે ?
ઉપર ફિલ્મસ્ટારો માટે જે લખ્યું છે એ બધું જ નેતાઓને લાગુ પડે છે ! છતાં એમના ‘ભોળા ભોળા’ સમાચારો કેમ નથી છપાતા ? જેમકે…
***
ફિલ્મી સમાચાર
સની લિઓન કહે છે કે જો દ્રશ્યની ડિમાન્ડ હશે તો મને બિકીની પહેરવામાં કોઈ વાંધો નથી.
નેતાના સમાચાર
દિગ્વીજયસિંહ કહે છે કે જો રાહુલજીની ડિમાન્ડ હશે તો મને વાહિયાત નિવેદનો કરવાનો કોઈ વાંધો નથી.
***
ફિલ્મી સમાચાર
ઓછાં કપડાં પહેરીને પાર્ટીમાં જવા બદલ સલમાન ખાને તેની ગર્લફ્રેન્ડ લૂલિયા વંતૂરને ઠપકો આપ્યો હતો.
નેતાના સમાચાર
ઓછી લાંચ લઈને કામ પતાવી આપવા બદલ પી. ચિદમ્બરમે તેના દિકરા કાર્તિને ખખડાવી નાંખ્યો હતો !
***
ફિલ્મી સમાચાર
ઐશ્વર્યા રાયનો ડ્રેસ ડિઝાઈનર હવે પ્રિયંકા ચોપરાનાં બ્લાઉઝની ડિઝાઈનો બનાવશે.
નેતાના સમાચાર
મોદી સાહેબનો હેર-ડ્રેસર હવે આખી ભારતીય ક્રિકેટ-ટીમની દાઢી સરખી કરી આપશે !
***
ફિલ્મી સમાચાર
‘સાહો’ ફિલ્મના સુપર સ્ટાર પ્રભાસે ટ્વીટ કર્યુ છે કે જો તે હિન્દી ફિલ્મમાં કામ કરશે તો તે પોતાના જ અવાજમાં બોલશે.
નેતાના સમાચાર
મનમોહનસિંહે પણ ટ્વીટ કર્યું છે કે જો તે હવે પછી કંઈપણ બોલશે તો તે પોતાના અવાજમાં જ બોલશે.
***
ફિલ્મી સમાચાર
અક્ષયકુમાર પોતાની પર્સનલ લાઈફ માટે વરસમાં 50 દિવસ અલગ રાખે છે.
નેતાના સમાચાર
રાહુલબાબા પોતાના પર્સનલ પ્રોબ્લેમ્સ માટે વરસમાં 50 દિવસ ગાયબ થઈ જાય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment