‘મિશન મંગલ’ પછી 2023માં નવી એક સુપરહિટ ફિલ્મ અવવાની છે... ‘મિશન માનવી: ઈન સ્પેસ !’
કેમ, ભૂલી ગયા ? ભારત 2022માં ભારતીય માનવીને અવકાશમાં મોકલશે ને ?
એ ફિલ્મનો હિરો તો અક્ષયકુમાર જ હશે પણ યાર, ખરેખર અવકાશમાં જશે કોણ ?
અત્યારથી ઓફરો આવી રહી છે...
***
સાહેબનો ‘ભક્ત’ :
સાહેબનો આદેશ થાય તો હું બ્રહ્માંડના કોઈપણ ખૂણે જવા તૈયાર છું. જોકે સાહેબની ખ્યાતિ તો ઓલરેડી પર-ગ્રહવાસીઓ સુધી પહોંચી જ ચૂકી છે. (સોશિયલ મિડીયામાં ‘મિમ’ પણ આવી ગયાં.)
હું એક નવું ‘મિમ’ બનીશ ! આઈ મિન, ભારતીય અવકાશયાનમાં બેસી કોઈ અજાણ્યા ગ્રહ ઉપર ઉતરીને હું ભાજપની ‘શાખા’ અને ગુજરાતનાં ખમણ-ઢોકળાંનો ‘સ્ટોલ’ ખોલવા થનગની રહ્યો છું !
***
VHP આગેવાન :
સમગ્ર બ્રહ્માંડમાં ભારતીય સંસ્કૃતિ જ સર્વશ્રેષ્ઠ છે એ તો હવે આખું વિશ્વ જાણે છે પરંતુ હવે તો આપણા પુરાણોમાં લખેલી વારતાઓ મુજબ નવી નવી વારતાઓ બનાવીશું ! (અક્ષયકુમારની ટીમ રેડી જ બેઠી છે.)
અવકાશયાનમાં બેસીને હું ઈન્દ્રલોક, સ્વર્ગલોક, યમલોક તથા અપ્સરાલોકમાં જઈ પહોચું એ જ મારું ‘સ્વપ્નલોક’ છે ! સોરી ‘સ્વપ્ન’ છે !
***
ભભૂતી લગાડી બેઠેલો બાવો :
બચ્ચા, હમેં અવકાસ યાન મેં જા કર ક્યા કરના હૈ ? હમ તો યે સારે સ્વર્ગ કા દાન કર ચૂકે હૈં.... દસ-દસ રૂપયે કી ભીખ કે બદલે મેં !
***
મિડિયા-સેલ એક્સ્પર્ટ :
ઓકે. મારે અવકાશયાનમાં જવાનું છે ? કોઈ પરગ્રહમાં જવાનું છે ? ઓકે, ત્યાં કોઈ ‘પરસન ઓફ ધ યુનિવર્સ’નો ઓપિનિયન પોલ કરવાનો છે ? એમાં સાહેબને અબજોની સંખ્યામાં વોટ અપાવવાના છે ? ડન. થઈ જશે !
***
પી. ચિદમ્બરમ્ :
ફાઈન. હું અવકાશયાનમાં જવા તૈયાર છું. બસ, મને એક જ વાતને ગેરંટી આપો, ત્યાં CBI કે EDવાળા મારી ધરપકડ કરવા તો નહીં આવે ને ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment