પાકિસ્તાનની હાલત દિન-બ-દિન બગડતી જાય છે. આવી હાલતમાંથી બચવા માટે તેમણે ઈન્ટરનેટ ઉપર અમુક ટચૂકડી જાxખ મુકવા જેવી છે.
***
મધ્યસ્થી જોઈએ છે
પેલા ટ્રમ્પ સાહેબની માફક ગોળ ગોળ ગલ્લાં-તલ્લાં કરનારા નહિ પણ મોદીજીને વ્યવસ્થિત રીતે સમજાવી શકે તેવા મધ્યસ્થી જોઈએ છે.
- પાકિસ્તાનના મેચ-ફિક્સરો અને ભારતના દોઢ ડાહ્યા ફિલ્મ-મેકરોએ દૂર રહેવું.
***
ટમાટર જોઈએ છે
સોરી, જથ્થાબંધ સબ્જીમંડી વેપારીઓ માટેની જાxખ ભૂલથી અહીં આવી ગઈ છે! સોરી.
***
બાસમતી ચોખા જોઈએ છે
અલ્યા ભઈ, આ સરકારી વેબ-સાઈટ ઉપર આવી મામૂલી રેસ્ટોરન્ટોની જાxખ કોણ ઘૂસાડી રહ્યું છે ?
***
અંતરીક્ષ-યાન માટે શહીદો જોઈએ છે
અરે ભાઈલોગ, શાંતિ રાખો ને ? અહીં કાશ્મીરમાં જઈને મરવા માટે શહીદો નથી મળતા ત્યાં 2023માં આપણા ખડખડપંચમ અંતરીક્ષયાનમાં જવા માટેના શહીદોની ક્યાં માંડો છો ?
***
બુરખા જોઈએ છે
આ મામૂલી રેડી-મેઈડ દુકાનની જાxખ નથી. સરકારી જાxખ છે. પ્લીઝ વાંચો…
પાકિસ્તાની નેતાઓ તથા આર્મી અફસરોને જાહેરમાં પોતાનું મોં દેખાડવું મુશ્કેલ થઈ રહ્યું હોવાથી રોયલ ક્વોલીટીના બુરખાઓની તાત્કાલિક જરૂર છે.
- અગેઈન, ક્રિકેટ-ટીમના પ્લેયરોએ પોતાનો જુનો માલ લઈને દોડી આવવાની જરૂર નથી !
***
પૈસા જોઈએ છે
સરકારને નહીં, આતંકવાદીઓને આપવા માટે પણ નહીં, આ તો બિચારી પ્રજાને માટે પૈસા જોઈએ છે !
આજકાલ હાલત એટલી તંગ છે કે બિચારી જનતા પાસે અમારા અધિકારીઓને ‘લાંચ’ આપવાના પણ પૈસા નથી બચ્યા.
- IMFના એજન્ટોએ તસ્દી જરૂરથી લેવી. યોગ્ય કટકી મળશે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment