મોદી સાહેબન UAE તથા બહેરીન જેવા આરબ દેશો દ્વારા ઈલ્કાબ અને સન્માન મળ્યાં એ જોઈને કહે છે કે...
પાકિસ્તાનના પેટમાં ‘તેલ રેડાયું ’ !
આનો તો કોઈ ઉપાય જ ક્યાં છે ? બીજી ઘણી એવી ઘટનાઓ છે જેમાં એમના પેટમાં તેલ રેડાતું જ રહે છે...
***
તેલ રેડાયું ફરીથી...
ભારતીય મહિલા ખેલાડી સિંધુ વર્લ્ડ ચેમ્પિયશીપ જીતી ગઈ અને એમની સાનિયા મિર્ઝા જાડી જ થતી રહે છે, એ વાતે પણ... ‘પેટમાં તેલ રેડાયું !’
***
તેલ રેડાયું નવેસરથી...
એક તો ભારતથી ટામેટાં મંગાવવાના બંધ કર્યા અને ઉપરથી ટામેટાંના ભાવ 150 રૂપિયે કિલો થઈ ગયા છે એ વાતે...
- પેટમાં ટોમેટો સોસને બદલે ‘તેલ રેડાયું !’
***
તેલ રેડાયું કપાસિયાનું...
એક તો અક્ષયકુમારની ‘મંગલયાન’ મૂવી 150 કરોડની કમાણી કરી ગઈ, ઉપરથી ‘બાલાકોટમાં હૂમલો થયો જ નહોતો’ એવી 15 મિનિટની ડોક્યુમેન્ટ્રી BBCએ પણ ના બનાવી આપી...
- એમાં સાવ સ્વાદ વગરનું, પેટમાં ‘કપાસિયા-તેલ રેડાયું !’
***
તેલ રેડાયું તળેલાં ભજીયાનું...
ભારતમાં કારનું વેચાણ ઘટી ગયું એ જાણીને પેટમાં ટાઢક થતી હતી પણ ઈમરાન ખાન બહેરિન પ્રિન્સનો ‘ટેક્સી ડ્રાઈવર’ બની ગયો એ ફોટો જોઈને...
- ભારતમાં તળાયેલાં ‘ભજીયાંનું તેલ એમના પેટમાં રેડાયું !’
***
તેલ રેડાયું ઉકળતું...
અહીં ઈમરાન ખાન હાથમાં કટોરો લઈને દુનિયામાં ભીખ માગતો ફરે છે અને ત્યાં ભારતવાળાએ મંદી દૂર કરવા બેન્કોને ભારતવાળાએ મંદી દૂર કરવા બેન્કોને ૧.૭૨ લાખ કરોડ રૂપિયા આપી દીધા...
- હવે તો પેટમાં ‘ઉકળતું તેલ રેડાયું !’
***
પણ હજી એક આશા છે...
આટલું બધું તેલ પેટમાં રેડાયા છતાં પાકિસ્તાન ભારતને ડીંગો બતાડીને કહેશે : “”હીહીહી.... હવે તો અમારા પેટાળમાં તેલના ભંડાર છે !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment