શ્રાવણ મહિનાની ફિલ્મી શાયરીઓ !


ફિલ્મી શાયરોએ ‘સાવન’ મહિનાને એકદમ રોમેન્ટિક મહિનો બનાવી નાંખ્યો છે. બાકી રિયાલીટીમાં તો શ્રાવણ મહિનો ઉપવાસો, એકટાણાં અને ઓફ કોર્સ ‘પત્તાં’ (લિટલ બિટ ઓફ જુગાર)નો છે.

આ વાત ધ્યાનમાં રાખીને અમે એવી શાયરીઓ બનાવી છે જે રોમેન્ટિક ‘સાવન કે ગાને’ની પથારી ફેરવી નાંખે છે... સાંભળો

***

સાવન કા મહિના

પવન કરે શોર

વાહ વાહ,

ફરાળી ચેવડો ને

રાજગરાનો શીરો...

યે દિલ માંગે મોર !

***

સાવન મેં લગ ગઈ આગ

... કિ દિલ મેરા હાય !

બાટલીના ભાવ છે ડાઉન

પણ બકા,

મહિના લગી શું થાય ?

***

અબ કે સજન સાવન મેં

આગ લગેગી બદન મેં

ઉપવાસ બઢાયે એસીડીટી

‘ડાઈજિન’ રખના જેબ મેં !

***

આયા સાવન ઝૂમ કે

દાઢીઓ ઊગી ઝુમખે

કેળાં વેચાય લૂમખે

મંદિરની કમાણી ધૂમ છે...

ભિખારીઓ પાડે બૂમ છે :

“આયા સાવન ઝૂમ કે !”

***

મેરે નૈના સાવન ભાદોં

ફિર ભી મેરા મન પ્યાસા

મેરે પત્તો મેં ગુલામ-બાદશા’

ફિર ભી...

રોન મેં તીરી -ચૌકા-પંજા !

***

લગી આજ સાવન મેં

ફિર વો ઝડી હૈ...

કપડે તો સૂખ ગયે

મગર..

ચડ્ડી અભી ગિલી હૈ !

***

ગરજત બરસત

સાવન આયો રે...

મેરે મોબાઈલ મેં

મ્યુઝિક બજ રહા થા...

તો...

સુન નહીં પાયો રે !!

***

- મન્નુ શેખચલ્લી

Comments