શહેરના પોશ એરિયાનાં અસલી નામો !


ગઈકાલે અમે શહેરના ખખડધજ વિસ્તારોનાં નવા (અસલી) નામોનું લિસ્ટ મુક્યું હતું.

પરંતુ દરેક શહેરમાં જે અમુક જાજરમાન ‘પોશ’ વિસ્તારો હોય છે ત્યાં કદી ગટરો ઉભરાતી નથી, કચરાના ઢગલા નથી દેખાતા, માખી-મચ્છરોનો ત્રાસ પણ નથી હોતો અને પોલીસની હેરાનગતિ પણ નથી હોતી !

આવા પોશ એરિયાનાં નામો જરા જુદાં પ્રકારનાં હોય છે….

***

મલ્ટીપ્લેક્સ માર્ગ…

વીઆઈપી રોડ…

એરકન્ડીશન્ડ નગર..

ફેશન કોલોની…

ફાર્મ-હાઉસ નગરી…

લવર્સ પાર્ક…

હાઈ-સોસાયટી રોડ…

કોલેજ કોર્નર…

જોગિંગ જોઈન્ટ…

ફિટનેસ પોઈન્ટ…

યોગા ફેશન પાર્ક…

કલ્ચરલ કમ્પાઉન્ડ…

આર્ટ-માર્ટ…

મર્સિડીઝ મોનોપોલી કોલોની…

ડ્રિન્કર્સ ડાયવર્ઝન..

ગે-ગલી…

કેટ-વૉક ફૂટપાથ…

સોશિયલાઈટ ડ્રામા થિયેટર..

શો-ઓફ સર્કલ…

એટિટ્યૂડ ગેલેરી…

રોક-ઓન-રોડ…

નાઈટ-રેસિંગ સ્ટ્રીટ..

જંક ફૂડ ઝોન…

ફાઈવ સ્ટાર ગલી…

ટ્રેડિશનલ બાઝાર સ્ટ્રીટ…

યોગા એન્ડ ધ્યાના કેન્દ્રાઝ…

રોટલાઝ એન્ડ ઢોકલાઝ ઝૂંપડાઝ…

ડેકોરેટિવ મઢૂલી માર્કેટ..

સુગમ સંગીત ઝોન…

***

આ તમામ નામો તો શહેરમાં રહેતા ધનવાનોની રહેણી-કરણી (લાઈફ-સ્ટાઈલ)નાં પ્રતીક છે પરંતુ એમાં આ ત્રણ વિસ્તારો તો હોવાના જ…

બુધ્ધિજીવીની બારી…

હિપ્પોકેટ્સનો હવાડો…

અને ઈન્ટેલેક્ચ્યુઅલ્સનો અખાડો…

***

- મન્નુ શેખચલ્લી

 

Comments