પોલીસોનાં 'ટિક-ટોક' ગાયનો !


કહે છે કે ગુજરાત પોલીસના બે પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશનમાં જ ગાયનો ગાઈને ‘ટિક-ટોક’ એપ વડે વિડીયો ઉતારતા હતા !

આ વિડીયોઝ વાયરલ થયા પછી બન્ને સામે શિક્ષાત્મક પગલાં લેવાયાં છે…

અમને લાગે છે કે આ ખોટું છે. પોલીસવાળાઓ ફિલ્મી ગાયનોનાં ‘ઓન-ડ્યૂટી’ સદુપયોગ પણ કરી શકે છે ! જુઓ નમૂના…

***

ટ્રાફીક ડ્યૂટી વખતે…

ચાર રસ્તે ટ્રાફિક કંટ્રોલ કરનારા પુલિસમેનો આ ગાયન ટિક-ટોકમાં ગાઈ શકે :

“જાનેવાલો જરા, મુડ કે દેખો મુઝે, એક ઈન્સાન હું, મૈં તુમ્હારી તરહા…”

***

FIR ડ્યૂટી વખતે..

ગુનાનો રિપોર્ટ દર્જ કરતી વખતે ‘ટિક-ટોક’માં આ ગાયન ગાવું જોઈએ :

સબ સે બડા નાદાન વહી, જો સમજે નાદાન મુઝે, કૌન કૌન કિતને પાની મેં, સબ કી હૈ પહચાન મુઝે !”

***

તહેકીકાત કરતી વખતે…

જ્યારે કેસની તપાસ ચાલી રહી હોય ત્યારે બેધડક ઓન-ડ્યૂટી ગાઈ શકાય કે :

“યે ક્યા હુઆ ? કૈસે હુઆ ? કબ હુઆ ? ક્યું હુઆ ?...”

***

તપાસ પંચનો રિપોર્ટ આવે ત્યારે…

અને જ્યારે આખરે તપાસપંચ જાહેર કરે કે ‘નલિયા કાંડ થયો જ નહોતો’… વગેરે, ત્યારે અવશ્ય આગળની પંક્તિઓ ગાવી :

જબ હુઆ, તબ હુઆ… છોડો યે ના સોચો !”

***

પીછો કરતી વખતે

કોઈ ગુનેગારનો પીછો કરતી વખતે ‘ટિક-ટોક’માં આ ગાયન ગાઈને પેલા ગુનેગારને જ સેન્ડ કરો :

“જાઈયે આપ કહાં જાયેંગે, યે નજર લૌટ કે ફિર આયેગી…”

***

સેક્સ કૌભાંડ વખતે…

જ્યાં સેક્સ રેકેટ ચાલતું હોય ત્યાં છાપો મારતાં પહેલાં જોશભેર ‘વોર્નિંગ’ આપો :

“બચના એ હસીનોં, લો મૈં આ ગયા ! હુશ્નોં કા આશિક, હુશ્નોં કા દુશ્મન, અપની અદા હૈ યારોં સે જુદા !”

***

અને નાઈટ ડ્યૂટી પછી…

“રાત કે હમસફર, થક કે ઘર કો ચલે, ઝુમતી આ રહી, હૈ સુબહા પ્યાર કી !”

***

- મન્નુ શેખચલ્લી

Comments