રજનીકાંત જોક્સ ગાયબ ?!


યાર, આજકાલ રજનીકાંતની જોક્સ કેમ આવતી નથી ? (પપ્પુ જોક્સ પણ નથી દેખાતી) એક જમાનાના ફેન્ટસી-જોક્સના બાદશાહ રજનીકાંત જે રીતે ગાયબ છે એની નવાઈ લાગે છે.

વળી, નવાઈ માત્ર અમને જ નથી લાગતી. જોક્સની દુનિયાનાં બીજાં પાત્રોને પણ એની નવાઈ રમૂજી લાગી રહી છે...

***

સીઆઈડી

મીઠાઈ મીઠી, મગર

ઈમલી મીઠી ક્યું નહીં હોતી ?

વાહ વાહ

એસીપી બોલા, દયા

પતા કરો, આજકલ મોબાઈલ મેં

રજની કી જોક્સ

ક્યું નહીં હોતી ?

***

લલ્લુ-બલ્લુ

લલ્લુ : મેં તો ઓલ્યા રજનીકાંતને ફોન કઈરો  ’તો.

બલ્લુ : એમ ?

લલ્લુ : હા, મેં કીધું, દોઢ ડાહીના, થોડા વરહ તારા જોક્સ સું હાઈલા, તું તારી જાતને હું હમજી બેઠો છે ? તું સુપરમેન-બુપરમેન કાંઈ નથી. એકવાર મારી હાંમું આવ્ય, તારી બોચી ઝાલીને માંહ્યથી ડઝનબંધ જોક્સું બા’ર નો કઢાવું તો મારું નામ લલ્લુ નંઈ.

બલ્લુ : ઓહોહો ? તેં એવું કીધું ?

લલ્લુ : હાસ્તો !

બલ્લુ : તો ઈ રજનીકાંત હું બોઈલો ?

લલ્લુ : ઈ બોઈલો કે રોંગ નંબર.

***

સન્તા-બન્તા

સન્તા : ઓય, પતા હૈ ? રજનીકાંત એક જમાને મેં ઈતના ઇન્ટેલિજેન્ટ થા કિ ધરતી સે ચાંદ કા ડિસ્ટન્સ વો આધી સેકન્ડ મેં ગિન કે બતા સકતા થા.

બન્તા : વો તો મૈં ભી બતા સકતા થા, મગર બાત ક્યા હૈ કિ મૈં કોઈ સવારી લેકર ટેક્સી મેં ચાંદ તક ગયા હી નહીં.

***

નટુમલ – ગટુમલ

નટુમલ : આજ રજનીકાંત હોત્તા, તો કિતના ફાયદા હોતા ની.

ગટુમલ : વો કેસે ?

નટુમલ : ડજનીકાંત સિર્ફ દસ મિનિટ મેં ધડતી સે સુડજ કો ટચ કડ કે વાપસ આતા થા.

ગટુમલ : તો ?

નટુમલ : આજ ડજનીકાંત હોતા તો મેં ઉસે બોલતા, વડી સાંઈ, મેરે દો પાપડ ભી સેક કડ લાના !

***

- મન્નુ શેખચલ્લી

Comments