પાકિસ્તાનનીઓને હેશ-ટેગ મેસેજો !


રવિવારે ભારતની ટીમ ઇંગ્લેન્ડ સામે હારી ગઈ એમાં તો બિચારા પાકિસ્તાનીઓ વધારે ઉદાસ થઈ ગયા !

એમને તો એમ હતું કે ભારત ઇંગ્લેન્ડને હરાવે તો આપણે સેમિ-ફાઈનલમાં ઘૂસી જઈએ ! હવે ભારત ના જીત્યું તો એમને લાગે છે કે ભારતે ‘દગો’ કર્યો ! લો બોલો.

આવા પાકિસ્તાનીઓ માટે થોડા હેશ-ટેગ મેસેજો છે...

***

પારકી આસ, સદા નિરાશ

#જાગો_સરફરાઝ_જાગો

***

જો પિંજારા જ ફૂલાવાના હોય તો મીર કોઈને શા માટે મારે ?

#ધોની_શાણા હૈ

***

ભારતને ઇંગ્લેન્ડ જોડે હાર-જીતની ક્યાં વાત જ થઈ હતી ? સોદો તો એવો હતો કે કોહીનૂર તમે રાખો અને માલ્યા અમને આપી દો ! ભૂલી ગયા ?

#મૌકામૌકા_વિડીયો

***

‘દોસ્ત’ બનીને ‘દગો’ કરવાની કળા ભારત શીખ્યું કોની પાસેથી?

#ઔકાત_મત_ભૂલો

***

કોંગ્રેસ તો પહેલેથી કહેતી હતી : કેસરી કલરનો ભરોસો ના કરાય !

#ઓરેન્જ_જર્સી

***

સાલા, 1992 મેં ઐસા તો નહીં હુઆ થા !

#1992કે_સપને

***

હવે પાકિસ્તાનીઓ એક જ દૂઆ માંગશે : ઈંગ્લેન્ડમેં બારિશ કર દો !

#ભોલે_પાકિસ્તાની

***

ભારતની ચાલ ભેદી છે. ‘સ્લો’ સ્ટ્રાઈક-રેટથી પણ સર્જિકલ સ્ટ્રાઈક કરે છે !

#ધીમો_ધોની

***

રવિવારે ‘વર્લ્ડ એસ્ટ્રોઈડ-ડે’ (ખરતો તારો દિવસ) હતો... હવે જરા ધ્યાનથી પાકિસ્તાનનો ઝંડો જુઓ ! કંઈ સમજાયું ?

#તૂટા_કિસ્મતકા_તારા

***

અમાં પાકિસ્તાન કી પબ્લિક ભી કમાલ હૈ ! પાકિસ્તાન હાર જાયે તો કહેંગે “સાલે ઘોંચૂ હૈં !” ઔર ઈન્ડિયા હાર ગયા તો કહતે હૈ “દેખો, કિતને ચાલાક હૈં !”

#જેલસ_પાકિસ્તાન

***

- મન્નુ શેખચલ્લી

 

Comments