કોંગ્રેસની પરમેનેન્ટ ભજનમાલા !


CWCની મિટિંગ તો ‘કોંગ્રેસ વર્શીપ કમિટી’ની મિટિંગ બની ગઈ !

બધા ભેગા થયા હતા હારનાં કારણોની ચર્ચા કરવા માટે, પણ છેવટે હારના સરદારને જ ફરી ભગવાન બનાવીને તેનાં જ ગુણગાન ગાવા લાગ્યાં !

એવું લાગતું હતું કે જાણે CWCની મિટિંગમાં કોઈ ભજનમાલા ચાલી રહી હતી....

***

શરૂઆતમાં તો પોતાની કારમી હાર બદલ દુનિયાભરનાં દુઃખડાં ગાવાનાં શરૂ કર્યાં :

દેખ તેરે સંસાર કી હાલત

ક્યા હો ગઈ ભગવાન

કિતના બદલ ગયા મતદાર ?

***

એ પછી જે ગઠબંધનો ના કર્યાં તેના નુકસાનની તો વાત જ ના કરી, ઉપરથી સાથીઓનું રડ્યા :

સુખ કે સબ સાથી...

દુઃખ મેં ના કોઈ!”

***

ત્યાર બાદ સૌ પોતપોતાની વફાદારીઓ સાબિત કરતાં ગાણાં ગાવા માંડ્યા :

“એ માલિક તેરે બંદે હમ

ઐસે હો હમારે કરમ...”

***

પછી તો રીતસરની ભક્તિ જ શરૂ થઈ :

તુમ્હી મેરે મંદિર

તુમ્હી મેરી પૂજા

તુમ્હી દેવતા હો

તુમ્હી દેવતા હો !”

***

રાહુલ ગાંધીના ‘નેતૃત્વ’માં સૌએ ‘વિશ્વાસ’ વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં શું પગલાં લેવાં તેના ‘અધિકાર’ પણ સોંપી દીધા :

તુમ ગગન કે ચંદ્રમા હો

મૈં ધરા કી ધૂલ હૂં...”

***

ભલભલા સિનિયર કોંગ્રેસી નેતાઓએ હાલમાં જ ‘મેચ્યોર’ થયેલા તેમના પ્રમુખ સામે શીશ ઝુકાવ્યાં :

“ઓ પાલનહારે, ઓ નિર્ગુણ ન્યારે

તોરે બિના હમરા કૌનો નાહિ !”

***

હા, વચ્ચે જ્યારે રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની વાત કરી ત્યારે અચાનક ભજન છોડીને બધા લોકગીત ગાવા લાગ્યા હતા :

“મત જઈયો નૌકરીયા છોડ કે

તોરે પૈંયા પડું, બલમા...”

***

- મન્નુ શેખચલ્લી

Comments