2019ના ચૂંટણી એવોર્ડ્ઝ !


હવે જ્યારે ચૂંટણીના પરિણામો આવી જ ગયાં છે ત્યારે અમુક એવોર્ડ્ઝ આપવાનો સમય પાકી ગયો છે…

***

બિગ સ્ટાર ઓફ ઇલેક્શન : EVM

ભલભલા દિગ્ગજ નેતાઓ કરતાં સૌથી વધારે લાઈમલાઈટમાં રહ્યું હોય તો તે EVM મશીન છે ! તેને એકસાથે ચાર એવોર્ડ્ઝ જાય છે….

બેસ્ટ સપોર્ટીંગ રોલ (NDAના હિસાબે)

બેસ્ટ વિલન રોલ (વિરોધ પક્ષના હિસાબે)

બેસ્ટ સ્ક્રીપ્ટ રાઈટિંગ (બન્નેના હિસાબે)

બેસ્ટ ક્રીટિક એવોર્ડ (સૌથી વધુ ટીકા યાને વિવેચના એની જ થઈ છે ને !)

***

મોટા મોટા એવોર્ડ્ઝ

બેસ્ટ એક્ટર : નરેન્દ્ર મોદી

બેસ્ટ એકટ્રેસ : મમતા બેનરજી

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર : મનમોહન સિંહ

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ : પ્રિયંકા ગાંધી

બેસ્ટ એક્ટર ઈન કોમિક રોલ : રાહુલ ગાંધી

બેસ્ટ એક્ટર ઈન નેગેટિવ રોલ : અમિત શાહ (વિરોધ પક્ષે આના માટે બહુ વોટ નાંખ્યા છે.)

બેસ્ટ એક્ટ્રેસ ઈન નેગેટિવ રોલ : મમતા બેનરજી (ભાજપે હેવી વોટિંગ કર્યું છે.)

(નોંધ : બેસ્ટ સપોર્ટિંગ રોલમાં પણ અમિત શાહને ભારે વોટ મળ્યા છે પણ મનમોહનજી જ એવોર્ડને લાયક છે, કારણ કે સાવ ઓછા ડાયલોગ્સ મળ્યા, સાવ નાનકડો રોલ મળ્યો અને સામે કશું જ મળવાનું નહોતું છતાં કેટલી ઈમાનદારીથી રોલ ભજવી ગયા !)

***

અન્ય એવોર્ડ્ઝ

બેસ્ટ ડાયલોગ : “ચોકીદાર ચોર હૈ”

બેસ્ટ ગાયન : “હુવા સો હુવા….” એને લીધે જ અનેક ફિલ્મી ગીતો યાદ આવી ગયાં !

બેસ્ટ ફોટોગ્રાફી : પ્રિયંકાના ગળામાં ફોટોશોપ વડે માદળિયાની જગાએ ક્રોસ લગાડ્યો તે.

બેસ્ટ એકશન દ્રશ્ય : આમાં ત્રણ છે. (૧) અમિત શાહ ઉપર હૂમલો (૨) હાર્દિક પટેલને લાફો અને (૩) કેજરીવાલને થપ્પડ

બેસ્ટ ડોક્યુમેન્ટ્રી : પેલી ઈટાલિયન પત્રકારનો અહેવાલ કે બાલકોટમાં 117 આતંકવાદી મરી ગયા હતા.

***

અને બેસ્ટ આર્ટ ફિલ્મ

કાશ્મીરમાં વોટિંગ ….! કોઈ આવતું નથી, કોઈ જતું નથી, કશું થતું જ નથી…!

***

- મન્નુ શેખચલ્લી

Comments