IPL એટલે કે ‘ઈન્ડિયન પોલિટીકલ લીગ’ની મેચો પણ પુરજોશમાં ચાલી રહી છે. (બધી મેચોનું રિઝલ્ટ 23 મે એ એકસાથે જ આવશે !)
આ પોલિટીકલ લીગમાં આ વખતે જે ટીમો ઉતરી છે એમની પોતપોતાની અનોખી સ્ટ્રેટેજીઓ છે…
***
બેંગાલ ટાઈગ્રેસ બૂમર્સ
કેપ્ટન : મમતા બેનરજી
ખેલાડીઓ : કાગમાંથી વાઘ બનેલા નેતાઓ ઉપરાંત ખતરનાક ગુન્ડાઓ.
સ્ટ્રેટેજી : નામમાં જ છે ! બૂમર્સ યાને સતત બૂમો પાડ્યા કરવી ! વારંવાર અપીલો કરવી, બધા બોલ ‘નો-બોલ’ જાહેર કરવા, બેટ લઈને સામેવાળાને ઝુડી નાંખવા અને ‘પિચ વાંકી છે’ એવું બહાનું કાઢવું.
***
અરવિંદ એક્યુઝર્સ
કેપ્ટન : અરવિંદ કેજરીવાલ
ખેલાડીઓ : કેજરીવાલ રમાડે એટલા જ
સ્ટ્રેટેજી : મેચ ફિક્સીંગના આરોપો મુક્યા કરવા, ‘ટીમ’ના બને તોય સામેવાળાનો વાંક કાઢવો, ટીમ બને તો રમવાની ના પાડી દેવી.
***
માયાવતી મૂવર્સ & શેકર્સ
કેપ્ટન : માયાવતીજી
ખેલાડીઓ : તમામ રિઝર્વ પ્લેયરો
સ્ટ્રેટેજી : ‘મુલાયમ’ ટીમ સાથે હાથ મિલાવી લેવા, ‘ઘરડી’ ટીમને ભાવ ન આપવો અને ‘મજબૂત’ ટીમ સાથે છૂપી સંતલસ કરવાની તૈયારી રાખવી.
***
રાહુલ રોટેટિંગ રેન્જર્સ
કેપ્ટન : રાહુલ ગાંધી
ખેલાડીઓ : રાહુલજીની આસપાસ સતત 'રોટેટ' થયા કરતા ચમચાઓ
સ્ટ્રેટેજી : મેદાનમાં, ડગ-આઉટમાં, પેવેલિયનમાં કે કોમેન્ટ્રી બોક્સમાં… બધે જ રાહુલજીની ‘ફિલ્ડીંગ’ ભરવી.
***
સાયલન્ટ સિકંદર્સ
કેપ્ટન : સોનિયા ગાંધી
ખેલાડીઓ : મનમોહનસિંહ, ચિદમ્બરમ્, અહેમદ પટેલ વગેરે
સ્ટ્રેટેજી : ચૂપ રહેવુ !
***
મોદી માસ્ટર સ્ટ્રોકર્સ
કેપ્ટન : નરેન્દ્ર મોદી
ખેલાડીઓ : ખેલાડી એક જ, અમિત શાહ, બાકી બધાં પ્યાદાં
સ્ટ્રેટેજી : એકજ, “જીતેગા ભઈ જીતેગા !”… એવો શોર મચાવ્યા કરવો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment