ભારતે પાકિસ્તાનમાં ટામેટાંની નિકાસ બંધ કરી દીધી એ પછી ત્યાં ટામેટાંનાં કાળાબજાર થવા માંડ્યા છે !
જરા વિચારો, ત્યાંના શાયરો ‘ટમાટર’ ઉપર કેવી કેવી શાયરીઓ કરી રહ્યા હશે ?
***
શાયર “ ‘અમીર’ અબોટાબાદી
એવું નથી કે માત્ર ભારતમાં જ કવિઓ કડકા હોય છે ! પાકિસ્તાની શાયરો પણ લુખ્ખા જ હોય છે. છતાં એમનો ‘ગરૂર’ (ગર્વ) તો જુઓ ! …
“ખત લિખતા હૂં ખૂન સે
સિયાહી ન સમજના…
ટમાટર ભી હૈં મેરે ફ્રીજ મેં
મુઝે ‘ગરીબ’ ના સમજના !”
***
શાયર : ‘બે-શરમ’ બલૂચી
આ શાયર એટલી વાહિયાત શાયરીઓ કરે છે કે લગભગ દરેક મુશાયરામાં એમની ઉપર ઇંડા-ટામેટાંનો વરસાદ વરસતો હોય છે ! પણ આજકાલ એમનો મિજાજ સાવ બદલાઈ ગયો છે…
હમારી વાહ-વાહ કે
હમ નહીં કાઈલ,
ફિર ભી શાયરી કહને કા
દમ રખતે હૈં…
અગર કમ પડ જાયેં
તુમ્હારે ટમાટર...
હમ અપની જેબ મેં
‘સોસ’ રખતે હૈ !
***
શાયર : ‘નવાબ’ લાહૌરી
ભારતમાં ફિલ્મી ગાયનો લખીને શાયરો લાખોપતિ બની ગયા છે. પાકિસ્તાનમાં તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ ભિખારી છે ! ત્યાં બિચારો શાયર શું કમાય ? છતાં આ શાયરનો નવાબી ઠાઠ તો જુઓ…
શાન હમારી સાંસોં મેં હૈ
દૌલત હમારી રગોં મેં હૈ
ખૂન નિકાલ કર દેખ લો
‘ટમાટર સોસ’ નિકલેગા !
***
શાયર : ‘મજબૂર’ પાકિસ્તાની
બનારસી પાન, બાસમતી ચાવલ અને પંજાબી ટામેટાં… આ ત્રણે ચીજોના ભાવ પાકિસ્તાનમાં આસમાને પહોંચી ગયા છે. બિરીયાનીનો સ્વાદ બગડી ગયો છે, પણ શું થાય ? સાંભળો આ મજબૂર શાયરનો આક્રોશ…
ખૂન ખૌલતા હૈ ક્યું ?
ટમાટર કે ભાવ સે ?
ખૂન ખૌલતા હૈ ક્યું ?
ટમાટર કે ભાવ સે..
અગર ‘લાલી’ કા શૌખ હૈ...
તો જા કે લડ લો હિન્દુસ્તાન સે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment