૨૦૧૯માં બંધબેસતી વિદેશી કહેવતો !


2019ની લોકસભાની ચૂંટણીને હજી વાર છે છતાં ‘ચોકીદાર’ ‘ચોર’ ‘રાજ પરિવાર’ અને ‘ડુક્કર’ જેવા જુમલાઓની સામસામી બેતબાજી શરૂ થઈ ગઈ છે !

આવા સમયે અમુક વિદેશી કહેવતો જાણે એની મેળે આ વાતાવરણમાં બંધબેસતી લાગે છે !

***

ચીની કહેવત

એકલા ખૂંખાર વાઘનો શિકાર કરવા માટે બહાદુર રાજાઓ એકલા શા માટે નથી નીકળતા ?

***

અરબી કહેવત

ચોરનાં કાંડાં કપાતાં જોઈને અનેક ચોરો પોતાનો ધંધો બદલી નાંખે છે.

***

ઈજિપ્તની કહેવત

બાર વરસે ન્યાય મળે, તે સાંઠ વરસે કન્યા મળવા બરોબર છે.

***

અફઘાનિસ્તાનની કહેવત

ઘેટાંનાં ઝૂંડને રસ્તો બતાડવા માટે કોઈ ઘેટું ન ચાલે. ત્યાં તો ભરવાડ જ જોઈએ.

***

આઈરીશ કહેવત

તમે એક આંગળી કોઈની સામે ચીંધો છો ત્યારે બાકીની ત્રણ આંગળી તમારી પોતાની સામે ચીંધાતી હોય છે.

***

આફ્રિકન કહેવત

ગરીબોનું ભલુ કરનારા કદી પોતે ગરીબ કેમ નથી હોતા ?

***

બ્રાઝિલની કહેવત

લાશ ચૂંથનારાં ગીધડાંઓ માત્ર જમતી વખતે એકઠાં થાય છે. જમી લીધા પછી સૌ પોતપોતાની દિશામાં ઊડી જવાનાં.

***

જર્મન કહેવત

એકનું એક જુઠાણું સો વાર કહેવાથી તે સત્ય બની જાય છે.

***

ઉઝબેકીસ્તાનની કહેવત

ટોળકીઓ માત્ર ચોરોની જ હોય છે. ઈમાનદારો હંમેશા છૂટાછવાયા હોય છે.

***

ગ્રીક કહેવત

મોટો યોધ્ધા તેને કહેવાય જેના દુશ્મનોની સંખ્યા મોટી હોય.

***

- મન્નુ શેખચલ્લી

Comments