સમાચાર : લાલુ યાદવના દિકરા તેજપ્રતાપના માત્ર છ મહિનામાં છૂટાછેડા થઈ ગયા.
સળી : અગિયારમી ફેઈલ તેજપ્રતાપને એની પત્ની રોજ ‘સાયકોલોજી’ ‘ન્યુમોનિયા’ અને ‘હિપોથેલેમસ’ જેવા શબ્દોના સ્પેલિંગ પૂછતી હશે !
***
સમાચાર : એમ જે અકબર કહે છે કે પેલી પત્રકાર યુવતી સાથે જે કંઈ થયું તે સંમતિથી થયું હતું.
સળી : હા, માત્ર અકબરજીની પત્નીની સંમતિ લેવાની રહી ગઈ હતી !
***
સમાચાર : રાહુલ ગાંધી કહે છે કે રફાલને લીધે મોદીજીને રાતના ઊંઘ નથી આવતી.
સળી : જાણે રાહુલબાબા રોજ રાત્રે બેથી ચારની વચ્ચે મોદીજીના ઘરમાં જોવા જતા હોય !
***
સમાચાર : કોંગ્રેસે પોતે કરાવેલા સરવેમાં મોદી રાહુલ કરતાં વધારે લોકપ્રિય નીકળ્યા.
સળી : હવે રાહુલબાબા ટેન્શનમાં છે…. CBIની તપાસની માગણી કરવી ? કે પછી IBની મદદ લેવી ?
***
સમાચાર : અમેરિકાએ ભારતને ઈરાન પાસેથી ઓઈલ ખરીદવાની છૂટ આપી છે.
સળી : હાશ ! હવે પેલાં રફાલ વિમાનો ખરીદવાની છૂટ કોણ આપશે ?
***
સમાચાર : MBBSના સિલેબસમાં હવે પ્રથમ વર્ષથી જ પ્રેક્ટિકલ શીખવાડશે.
સળી : સીધી વાત છે ને ! આપણે પચીસ-ત્રીસ લાખ રૂપિયાની ફી ભરતા હોઈએ તો જેટલા જલ્દી ‘પ્રેક્ટિકલ’ થતાં શીખી લેવાય એટલું સારું જ છે ને !
***
સમાચાર : હવે MSME માટે એક કરોડ રૂપિયા સુધીની લોન માત્ર 59 મિનિટમાં પાસ થઈ જશે.
સળી : હા, પણ એમાંથી બેન્કના કર્મચારીઓ જે પાન થુંકવા, ચા પીવા, પેશાબ-પાણી માટે જવા કે કમર સીધી કરવા માટે જે 50-55 મિનિટો માટે ખુરશી છોડીને જતા રહે છે એ આમાં ગણવાની કે નહિં ?
***
સમાચાર : ભારતની NIA એ પાકિસ્તાનના હાફીઝ સઈદ સામે બિન-જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું છે.
સળી : ત્યાં હાફીઝ સઈદ દાઢી-મૂછમાં મલકાતો હશે કે ભાઈ, તમે તમારા CBIના ડખામાંથી ક્યારે નવરા પડશો ? અને મારી ધરપકડ કરવા ક્યારે આવશો ?
- મન્નુ શેખચલ્લી
Wah
ReplyDelete