આપણા દેશની CBI તો જાણે મજાકનું સાધન બની ગઈ છે ! જાસૂસો જાસૂસની જાસૂસી કરતાં જાસૂસો દ્વારા પકડાઈ જાય છે… સાહેબોને સાહેબો દ્વારા રજા પર ઉતારી દેવાય છે… અફસરો સુપ્રિમ કોર્ટમાં ફરિયાદ કરે છે અને વિરોધ પક્ષોને મજા પડી રહી છે.
અમુક કહેવતો, જે અગાઉ CBIને લાગુ પડતી હતી તે હવે બદલાતી જાય છે…
***
જુની કહેવત :
આસમાન સે ગિરે, ખજૂર મેં અટકે
નવી કહેવત :
CBI સે નિકલે, IB મેં ફંસે.
***
જુની કહેવત :
ના ઈન કી દોસ્તી અચ્છી, ના ઈન કી દુશ્મની અચ્છી.
નવી કહેવત :
ના CBI કી પ્રમોશન અચ્છી, ના CBI કા તબાદલા અચ્છા.
***
જુની કહેવત :
ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રુએ.
નવી કહેવત :
CBI ના વડા, સુપ્રિમમાં જઈને રડે.
***
જુની કહેવત :
સાપને ત્યાં સાપ પરોણો.
નવી કહેવત :
CBIને ત્યાં CBIની રેઈડ
***
જુની કહેવત :
ઘર ફૂટે, ઘર જાય
નવી કહેવત :
CBI ફૂટે, તમાશા થાય.
***
જુની કહેવત :
ભેંશનાં શિંગડાં ભેંશને ભારી
નવી કહેવત :
CBIનાં શિંગડા સરકારને ભારી
***
જુની કહેવત :
ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ને ઉપાધિયાને આટો…
નવી કહેવત :
પોલીસ બિચારી લુખ્ખી રહે અને CBIને લાંચો…
***
જુની કહેવત :
ચોરને કહેવું તું ચોરી કર, ચોકીદારને કહેવું તું જાગતો રહે…
નવી કહેવત :
ચોકીદારને કહેવું આરામ કર, અને જમાદારને કહેવું હવે ફાંદો કર…
***
જુની કહેવત :
જેવી કરણી તેવી ભરણી
નવી કહેવત :
જેવી મલાઈ તેવું રિસ્ક
***
જુની કહેવત :
બે પાડા લડે એમાં ઝાડનો ખો
નવી કહેવત :
બે પાડા લડે એમાં મિડિયા ‘ખો’ આપે !
***
જુની કહેવત :
એક તો કારેલું, ઉપરથી લીમડે ચડ્યું !
નવી કહેવત :
એક તો CBIવાળા, ઉપરથી પ્રમોશન મળ્યાં !
- મન્નુ શેખચલ્લી
Kabhi aar kabhi par
ReplyDeleteLaga teere nazar
Bapu