ગાંધીજીના જન્મનું આ 150મું વરસ શરૂ થયું. એ તો આપણી વચ્ચે હયાત નથી પરંતુ બીજા એક ગાંધી વારંવાર અડફેટે ચડી જાય છે !
આવા સમયે વિચાર આવે છે કે “આહાહા… ક્યાં પેલા ગાંધી અને ક્યાં આ ગાંધી…”
***
પેલા ગાંધી ટ્રેનના થર્ડ ક્લાસમાં બેસીને બે વરસ માટે આખો દેશ ફર્યા.
આ ગાંધી દેશની ટ્રેનમાં ગણીને માત્ર બે જ વાર બેઠા છે !
***
પેલા ગાંધી દેશની આઝાદી માટે રેંટિયો કાંતતા હતા.
આ ગાંધી માત્ર ફોટા પડાવવા માટે બે વાર રેંટિયો કાંતવા બેઠા છે.
***
પેલા ગાંધીએ 18 દિવસની દાંડીયાત્રા પગપાળા કરી હતી.
આ ગાંધી માનસરોવરની યાત્રા વખતે 18 કલાક પગપાળા ચાલ્યા હતા. (એવું સાબિત કરવા ફોટા પણ પડાવ્યા હતા.)
***
પેલા ગાંધી અવારનવાર અન્ન-જળનો ત્યાગ કરી દેતા હતા.
આ ગાંધી તો અવારનવાર દેશનો જ ત્યાગ કરીને ક્યાંક ગાયબ થઈ જાય છે !
***
પેલા ગાંધી તેમના ‘ઉપવાસ’ માટે જાણીતા હતા.
આ ગાંધી તેમના ‘ઉપહાસ’ માટે જાણીતા છે !
***
પેલા ગાંધીએ લોકોમાં ‘હિન્દ છોડો’નું આંદોલન શરૂ કરાવ્યું હતું.
આ ગાંધીએ લોકોમાં ‘કોંગ્રેસ છોડો’નું આંદોલન શરૂ કરાવ્યું !
***
પેલા ગાંધી માટે ગાંધીવાદીઓ કહે છે કે “આજની પેઢીએ તેમને સમજવા જોઈએ.”
આ ગાંધી માટે તો દરેક પેઢી કહે છે કે “આ ભાઈ સમજાતા જ નથી !”
***
પેલા ગાંધીના જન્મને આજે 150મું વરસ બેઠું…
અને આ ગાંધીને જોઈને ક્યારેક વિચાર આવે છે કે ભાઈને હજી 15મું ય નથી બેઠું !
- મન્નુ શેખચલ્લી
Ek vo bhi Diwali thi
ReplyDeleteEk ye bhi Diwali hai
Ujada hua gulson hai
Rota hua mali hai
Bapu
વાહ! શું પરફેક્ટલી મેચિંગ ગાયન શોધી લાવ્યા! 😀😀😀
ReplyDeleteવાહ! શું પરફેક્ટલી મેચિંગ ગાયન શોધી લાવ્યા! 😀😀😀
ReplyDelete