પેલા ગાંધી... આ ગાંધી...


ગાંધીજીના જન્મનું આ 150મું વરસ શરૂ થયું. એ તો આપણી વચ્ચે હયાત નથી પરંતુ બીજા એક ગાંધી વારંવાર અડફેટે ચડી જાય છે !

આવા સમયે વિચાર આવે છે કે “આહાહા… ક્યાં પેલા ગાંધી અને ક્યાં આ ગાંધી…”

***

પેલા ગાંધી ટ્રેનના થર્ડ ક્લાસમાં બેસીને બે વરસ માટે આખો દેશ ફર્યા.

આ ગાંધી દેશની ટ્રેનમાં ગણીને  માત્ર બે જ વાર બેઠા છે !

***

પેલા ગાંધી દેશની આઝાદી માટે રેંટિયો કાંતતા હતા.

આ ગાંધી માત્ર ફોટા પડાવવા માટે બે વાર રેંટિયો કાંતવા બેઠા છે.

***

પેલા ગાંધીએ 18 દિવસની દાંડીયાત્રા પગપાળા કરી હતી.

આ ગાંધી માનસરોવરની યાત્રા વખતે 18 કલાક પગપાળા ચાલ્યા હતા. (એવું સાબિત કરવા ફોટા પણ પડાવ્યા હતા.)

***

પેલા ગાંધી અવારનવાર અન્ન-જળનો ત્યાગ કરી દેતા હતા.

આ ગાંધી તો અવારનવાર દેશનો જ ત્યાગ કરીને ક્યાંક ગાયબ થઈ જાય છે !

***

પેલા ગાંધી તેમના ‘ઉપવાસ’ માટે જાણીતા હતા.

આ ગાંધી તેમના ‘ઉપહાસ’ માટે જાણીતા છે !

***

પેલા ગાંધીએ લોકોમાં ‘હિન્દ છોડો’નું આંદોલન શરૂ કરાવ્યું હતું.

આ ગાંધીએ લોકોમાં ‘કોંગ્રેસ છોડો’નું આંદોલન શરૂ કરાવ્યું !

***

પેલા ગાંધી માટે ગાંધીવાદીઓ કહે છે કે “આજની પેઢીએ તેમને સમજવા જોઈએ.”

આ ગાંધી માટે તો દરેક પેઢી કહે છે કે “આ ભાઈ સમજાતા જ નથી !”

***

પેલા ગાંધીના જન્મને આજે 150મું વરસ બેઠું…

અને આ ગાંધીને જોઈને ક્યારેક વિચાર આવે છે કે ભાઈને હજી 15મું ય નથી બેઠું !

- મન્નુ શેખચલ્લી

Comments

  1. Ek vo bhi Diwali thi
    Ek ye bhi Diwali hai
    Ujada hua gulson hai
    Rota hua mali hai
    Bapu

    ReplyDelete
  2. વાહ! શું પરફેક્ટલી મેચિંગ ગાયન શોધી લાવ્યા! 😀😀😀

    ReplyDelete
  3. વાહ! શું પરફેક્ટલી મેચિંગ ગાયન શોધી લાવ્યા! 😀😀😀

    ReplyDelete

Post a Comment