ગે લગ્નનાં દ્રશ્યો ....!


‘ગે’ સંબંધો કાયદેસર નથી એવો ચૂકાદો આવી ગયો છે. હવે તો ‘ગે’ લગ્નો પણ થશે ! એ કેવાં હશે ? જુઓ ફ્યુચરનાં દ્રશ્યો…

***

“મમ્મી, પાપા, મૈં શાદી કરનેવાલા હું.”

“મગર લડકી કૌન હૈ ?”

“વો લડકી નહીં, લડકા હૈ !”

(ઢેન્ટેણેન…)

“તુ કિસી લડકે સે શાદી કરેગા ?”

“ક્યું,  લડકે ઇન્સાન નહીં હોતે ? અગર તુમ ને ઇન્કાર કિયા તો હમ ભાગ જાયેં-ગે…”

“યે જોક હમ ને સુના હૈ.”

“બટ વિ આર સિરિયસ. અગર શાદી નહીં હુઈ તો હમ દોનોં સૂ-સાઈડ કરેં-ગે!”

(મમ્મી પપ્પાને અચાનક જેલનાં દ્રશ્યો દેખાવા લાગે છે. પોતે ચક્કી પિસીંગ…. પિસીંગ…)

***

આખરે બે ફેમિલી વચ્ચે ફોન પર વાતચીત શરૂ થાય છે.

“વો સબ તો ઠીક હૈ, મગર હમ લડકા દેખને કબ આયેં ?”

“એક મિનિટ. યે દો લડકોં કી શાદી હો રહી હૈ. કોઈ કિસી કે ઘર નહીં જાયેગા. હમેં ‘બીચ’ મેં હી મિલના હોગા !”

***

આખરે એક છોકરો બેન્ડવાજાં સાથે વરઘોડો લઈને આવે છે. બેન્ડના તાલે બારાતીઓ ગાઈ રહ્યા છે :

“લે જાયેંગે, લે જાયેંગે, લડકેવાલે લડકે કો લે જાયેંગે…”

***

વિદાયનો સીન… મા-બાપ દિકરાને રડતાં રડતાં વિદાય કરી રહ્યાં છે. પાછળ ગાયન વાગી રહ્યું છે…

‘ગે’ કે ઘર આજ ‘ગે’ કી દુલ્હનિયા ચલી, ખુશ હૈં માતા પિતા, ઉન કી ચિંતા ટલી…

***

અને મેરેજ પછી ઝગડાનો સીન..

“સચ બતાઓ, ક્યા તુમ્હારી જિન્દગી મેં કોઈ દૂસરા લડકા ભી હૈ ?”

“મૈં ભી વહી પૂછ રહા હું… તુમ્હારે મોબાઈલ મેં યે દૂસરા લડકા કૌન હૈ?”

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment