પીડિત પતિઓ માટે ગીતાજ્ઞાન...


“જો હો રહા હૈ વો અચ્છા હો રહા હૈ…”
(પરણવા માટે જઈ રહેલા પુરુષને આ જ્ઞાન આપવામાં આવ્યું છે... ધ્યાનથી સાંભળજો.)

“જો હુઆ થા, વો ભી અચ્છા હુઆ થા…”
(સગાઈ વખતે બેટમજીએ જે ગોળધાણા ખાધા હતા, તેની વાત થાય છે !)

“આગે જો હોગા વો ભી અચ્છા હોગા…”
(આવું તો કહેવું પડે ! નહિતર વરરાજો ઘોડી ઉપરથી ઉતરીને ભાગી જાય !)

“આજ જો તેરે પાસ હૈ વો કલ કિસી ઔર કે પાસ થા…”
(કન્યાની વાત થાય છે. લગ્ન પહેલાં એ એનાં મમ્મી-પપ્પાની હતી.)

“કલ જો તેરે પાસ હોગા, વો પરસોં કીસી ઔર કે પાસ હોગા…”
(અહીં ચેતવણી છે કે બૈરીને સાચવીને રાખજે નહિતર કોઈ બીજા જોડે ભાગી જશે !)

“ તૂ ને જો ખોયા વો કભી તેરા નહીં થા…”
(અહી વાત પુરુષની ‘આઝાદી’ની થઈ રહી છે. સમજ્યા ?)

“તેરા અધિકાર કેવલ કર્મ કે ઉપર હૈ, સો કર્મ હી કિયે જા…”
(મતલબ કે ગધેડા, તારું કામ મજુરી કરીને રૂપિયા કમાવાનું છે ! બસ ઊંધુ ઘાલીને એ જ કર.)

“ફલ કે ઉપર તેરા કોઈ અધિકાર નહીં હૈ…”
(અર્થાત્, તું જે કમાઈને લાવે છે એની ઉપર અધિકાર તો તારી બૈરીનો જ છે ! તારો નહિ.)

“બસ, તૂ અચ્છે કરમ કરતા જા, તાકિ અગલે જનમ મેં તૂ મુક્તિ પા સકે…”
( ભઈલા, તને સાત સાત જનમ સુધી બાંધી રાખવા માટે પેલી કેવડા ત્રીજ, કરવા ચૌથ જેવાં કંઈક વ્રતો કરીને બેઠી છે ! સાત જનમની કેદમાંથી છૂટવું હોય તો અત્યારે જ ચાન્સ છે.)

“જૈસે કરમ કરેગા વૈસે ફલ દેગા ભગવાન !”
(મતલબ સાફ છે. તું જેટલા વધારે રૂપિયા કમાઈને લાવીશ એટલાં સારાં ‘ફળ’… યાને કે 'મનની શાંતિ’…  તને તારી ઘરવાળી જ આપશે ! તથાસ્તુ.)

Comments