ટપોરીઓનું પપ્પુ સોલ્યુશન!


મદન ચિકનો અને એનો ઉસ્તાદ કાંચા કાણિયો ક્યારના માખીઓ મારતા બેઠા છે. કાણિયો બગાસું ખાતાં કહે છે :

“અબે ચિકને, ધંધા એકદમ મંદા હૈગા… સાલી બેકારી ચલ રૈલી હૈગી… ક્યા કરેં ?”

“ઉસ્તાદ, એક કામ કરેં ? અપણે આંતકવાદી બન જાતે હૈ.”

“અબે ઘોંચૂ, યે આંતકવાદી બણને કા વાહિયાત આઇડિયા ઘૂસા કિધર સે તેરે દિમાગ મેં ?”

“આઈડિયા વાહિયાત નંઈ હૈગા ઉસ્તાદ ! યે તો ખુદ રાહુલ ગાંધી કે’ રૈલે ! કિ બેકારી સે આંતકવાદ બઢતા હૈગા.”

“અબે, આંતકવાદી બણને કા ક્યા રસ્તે મેં પડેલા હૈગા ? સાલે, એક AK-47 સાત આઠ લાખ કી પડતી હૈ. એક રિવોલ્વર બી લાણી હોવે તો દેઢ-દો લાખ કી પોટલી ઢીલી કરણી પડે… ઔર એક હેન્ડ ગ્રેનેડ 25-30 હજાર કા પડીંગા !”

“પન બોસ, અપણે સૂતલી બોમ સે ઇસ્ટાટ કરતે હૈં ના ?”

“સૂ-સૂતળી ?” કાંચા કાણિયાએ મદન ચિકનાને ઝાલીને દે… દે… કરીને ઝૂડી નાંખ્યો !

બિચારો ચિકનો ઢીલો થઈ ગયો. થોડીવાર સુધી ડાચું પંપાળતો રહ્યો. પછી એને નવો વિચાર આવ્યો.

“બોલે તો ઉસ્તાદ.. અપણે મોબ લિન્ચીંગ કરતે હૈં ના ? રાહુલભાઈને બોલેલા હૈગા કે બેરોજગાર લોગ મોબ લિન્ચીંગ કી તરફ વલ જાતે હૈંગે.”

“અબે ઘોંચૂ – મોબ લિન્ચીંગ કા મતલબ બી માલુમ હૈ તેરે કુ ?”

“નંઈ.”

“મોબ બોલે તો, 100-150 કા ટોલા… અબી સાલે, સો દેઢસો લોગ લાવીંગે કિધર સી ?”

“વો તો મિલ જાવે ના બોસ ! બેકારી જ કિત્તી હૈગી ?”

“હાં, ફિર લિન્ચીંગ કિસકા કરણે કા ?”

“વો… બોલે તો, બચ્ચોં કા અપહરણ કરણેવાલા કોઈ તો મિલેંગા ના?”

“ઔર ઉસ્કુ માર ડાલને સી આપણે કુ ક્યા મિલેંગા ? નૌકરી ? પગાર ? ઈનામ ?”

“હાં… વો ભી હૈ..” મદિન ચિકનો ફરી બગાસાં ખાવા લાગ્યો. પછી અચાનક બોલ્યો. “ઉસ્તાદ ! અપણે ડાયરેક્ટ ISISમેં ઓનલાઈન એપ્લીકેસન જ ડાલ દેતે હૈં ના ? મેરે મોબાઈલ મેં રોજ કા 2 GB ડેટા ફ્રી આતા હૈગા…”

મદન ચિકનો પોતાનો મોબાઈલ લઈને મચી પડ્યો છે. થોડીવાર પછી એ સહેજ હસીને કહે છે :

“ઉસ્તાદ ! અબી પતા ચલા. સાલા આંતકવાદ તો ફ્રી ડેટા સે બઢતા હૈગા… બેકારી સે નંઈ !”

- મન્નુ શેખચલ્લી

Comments