બરફના પહાડની પાણીદાર જોક્સ!


સંયુક્ત આરબ અમિરાત (UAE) નામનો દેશ પીવાના પાણીની સમસ્યા સોલ્વ કરવા માટે છેક એન્ટાર્કટિકાથી આખેઆખો બરફનો પહાડ આયાત કરશે !

(ખર્ચ...... માત્ર 344 કરોડ….. યાને કે ફક્ત એક જ મિની-કૌભાંડ!)

જસ્ટ વિચાર કરો, જો ઇન્ડિયા માટે મોદી સાહેબ આવું કંઈક સાહસ કરે તો એનાં રિ-એકશનો કેવાં કેવાં આવે ?...

***

અશોક ગેહલોત

યહાં હમારે દેશ મેં હી હિમાલય કે ઇતને સારે પહાડ હૈં તો ઇતની દૂર સે બર્ફ કા પહાડ લાને કી ક્યા જરૂરત હૈ ?

***

અમિત શાહ

ગેહલોત સાહેબને ખબર હોવી જોઈએ કે હિમાલયમાં “બરફના પહાડ” નથી ! ત્યાં “પહાડો ઉપર બરફ” છે !

***

મોદી ભક્ત

અમે નાના હતા ત્યારે "નદી કે પહાડ…?" એવી રમત રમતા હતા. પણ મોદીજીએ તો પહાડને જ નદી બનાવી નાંખવાની તરકીબ શોધી કાઢી !
વાહ, ધન્ય છે… ધન્ય છે… પ્યાસ આ ધન્ય છે !

***

રાહુલ ગાંધી (જાહેરસભામાં)

ક્યા કિસી કો પતા હૈ, કિ સદીયોં પહલે પાની કૈસે બનાયા જાતા થા ?
મૈં બતાતા હું… પહેલે, એક બર્ફ કા પહાડ લેકર આતે થે…

***

દારૂના શોખીન

ઓ બોસ ! મને જે પાણી પહોંચાડો ને, એમાં થોડા બરફના ટુકડા રહેવા જ દેજો, હોં ?

***

શશી થરૂર

ઇફ આઈ હેડ ધ અન-ક્વેશ્ચન્ડ લિબર્ટી ઓફ ટ્રાવેલિંગ થ્રુ ટાઈમ, આઈ વુડ હેવ સર્ટન્લી ટેકન ધ પ્રિપોસ્ટરસલી પોમ્પસ ટાસ્ક ઓફ વર્ચ્યુઅલી બ્રિન્ગીંગ ડાઉન એન અન-એઝ્યુમિંગ આઈસબર્ગ થ્રુ એન અન-એક્સ્પ્લોર્ડ સી-વે ઓફ સોલ્ટી વોટર્સ…

...ઓન્લી ટુ પ્રેઝેન્ટ માય બિલવેડ સુનંદા વિથ એન અટ્ મોસ્ટ, અન-પોલ્યુટેડ ગ્લાસ ઓફ ડ્રિન્કીંગ આક્વા….

***

કવિ

લાગણીઓની હૂંફ છતાં

હું તરસ્યો જ નીકળ્યો

શું કરું, પહાડ બરફનો

સાવ ઠંડો જ નીકળ્યો !

- મન્નુ શેખચલ્લી

Comments