તમે નહિ માનો, પણ આપણા અમદાવાદના પેલા બે ટપોરીઓ પાસે આડેધડ થતા પાર્કિંગનું જોરદાર સોલ્યુશન છે ! લો સાંભળો…
***
“ઉસ્તાદ, મૈં ક્યા બોલ રૈલા હું, અપણે અમદાવાદ મેં બિચારી પુલીસ આડેધડ પાર્કિંગ રુકવાણે કે લિયે કિત્તી મેંનત કરતી હૈ ?”
“તો ? તુ કાયકુ ઊંચાનીચા હોતા હૈ ? તેરે પાસ તો ખખડેલી સ્કુટી બી નંઈ હૈગી.”
“વો બાત અલ્લગ હૈ, મગર સુનો તો સઈ ?”
“બોલ.”
“યાદ હૈ? 1993 મેં જબ મુંબઈ કી ટ્રેનાં મેં બોમ-બ્લાસ્ટ હુવે થે ?”
“હાં… આંતકવાદીયોં ને ટ્રેન મેં સામાન રખણે કી જાલી પે થેલી મેં બોમ ભરકે રખ ડાલે થે.”
“હાં ! તબી ઉસ ટાઈમ પુલીસને ક્યા કિયા થા ?”
“ક્યા.”
“ટ્રેન ડબ્બે મેં સી સામાન રખણે કી જાલિયાં જ નિકાલ ડાલી થી !”
“તો ?”
“તો ક્યા ? ઉસ કે બાદ મુંબઈ કી ટ્રેનાં મેં કબી બોમ-બ્લાસ્ટ હુવે ?”
“હાં… વો તો હૈ.”
“અબી ઔર યાદ કરો… આપણે અમદાવાદ મેં દસ સાલ પૈલે જો ધડાધડ બોમ-બ્લાસ્ટ હુવે થે, તબ ક્યા હુવા થા ?”
“ક્યા હુવા થા ?”
“અરે, આંતકવાદીયોં ને જુની સાઈકલાં ખરીદ કે ઉસ કે કેરિયર પે બોમ રખે થે.”
“તો ?”
“તો ક્યા ? પુલીસને જુની સાઈકલાં ખરીદને પર જ પ્રતિબંધ લગા ડાલા… અબી યાદ કરો, ઉસ કે બાદ અમદાવાદ મેં કબી બોમ-બ્લાસ્ટ હુવે ?”
“હાં… નંઈ હુવે !”
“બસ, તો ઉસ્તાદ ! અપુન ક્યા બોલતા હૈ, કિ અપણે અમદાવાદ મેં કીસી ભાઈ કુ બોલ કે જુની ઔર નવી, દોનું ટાઈપ કી કારાં મેં બોમ રખવા કે બોમ-બ્લાસ્ટ કરવા ડાલને કે !”
“ઉસ સે ક્યા હોઈંગા ?”
“ક્યું, પુલીસ કાર કે ઉપરી ચ પ્રતિબંધ ડાલ દેગીના ? ફિર ક્યા… ના રૈવે બાંસ ઔર ના બજે વાંસળી ! જબ કારાં ચ નંઈ હોએંગી તો સાલા પાર્કિંગ કા બી પ્રોબ્લેમ કહાં સી હોણે કા ?”
ઉસ્તાદે એના ચમચાને બે થપ્પડ તો રસીદ કરી દીધી પણ હજી ઉસ્તાદને સમજાતું નથી કે આ આઇડિયા કોઈ ‘ભાઈ’ને આપવો કે ડાયરેક્ટ પોલીસને?
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment