વિરોધપક્ષો મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા. લોકસભામાં તેની ઉપર સાત કલાક લાંબી ચર્ચા ચાલી. જોકે અમને તો ઘણી બધી બાબતોમાં ‘વિશ્વાસ’ જ છે…
***
અચ્છે દિન પણ આવશે
વિશ્વાસ છે…
15 લાખ પણ આવશે
વિશ્વાસ છે.
નીરવ-માલ્યા આવશે
વિશ્વાસ છે…
જુની નોટો ય ચાલશે
વિશ્વાસ છે !
***
કોંગ્રેસ આવે છે ? આવશે
વિશ્વાસ છે…
મનમોહનજી બોલશે
વિશ્વાસ છે.
NDAને બહુમતીમાં
વિશ્વાસ છે..
કોંગ્રેસને હજી લઘુમતીમાં
વિશ્વાસ છે !
***
રાહુલ ગાંધી વડાપ્રધાન ?
બને, ના બને…
પપ્પુ જોક્સ તો આવશે
વિશ્વાસ છે !
વિરોધપક્ષો ‘એક’ થશે?
બને, ના બને…
‘મીંડુ’ એકની આગળ હશે
વિશ્વાસ છે !
***
સંજય દત્તની બાયોપિક
હતી ? કે ના હતી ?
… મોદીજીની આવશે !
વિશ્વાસ છે !!
***
ટેકાના ભાવ ખેડૂતોને
હશે, કે ના હશે…
પેટ્રોલને ટેકો હશે
વિશ્વાસ છે !
***
અફવાઓ રોકાઈ જશે ?
બને, ના બને…
‘સૂત્રો’ આધારભૂત હશે
વિશ્વાસ છે !
***
મોંઘવારી તો નહિ ઘટે
વિશ્વાસ છે…
‘ઇમાન’ સસ્તો થઈ જશે
વિશ્વાસ છે !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment