પક્ષ પલટુઓની ગીતમાલા ...


ગુજરાતમાં ફરી પક્ષપલટાનો પવન વાયો છે. કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ ભાજપમાં એન્ટ્રી મારી છે. દરેકની કહાણી ભલે અલગ અલગ હશે પણ ગીતમાલા તો એક જ હશે…

***

ભાજપ ઓફર આપે છે

જો તુમ કો હો પસંદ વહી બાત કહેંગે, તુમ દિન કો અગર રાત કહો, રાત કહેંગે…

કોંગ્રેસી હિન્ટ આપે છે

એક બંગલા બને ન્યારા… રહે કુનબા જિસ મેં સારા

ભાજપ ઓફર બેવડાવે છે

ચાંદ તારે, તોડ કે લાઉં, બસ ઇતના સા ખ્વાબ હૈ…

કોંગ્રેસી ભાવ ખાય છે

શામ ઢલે ખિડકી તલે, તુમ સીટી બજાના છોડ દો…

ભાજપ ખાનગીમાં બોલાવે છે

યે દુનિયાવાલે પૂછેંગે, મુલાકાત હુઈ, ક્યા બાત હુઈ, યે બાત કિસી સે ના કહેના…

કોંગ્રેસી ગેલમાં આવી જાય છે

છૂપા-છૂપી ખેલેં આઓ ! છૂપા-છૂપી ખેલેં આઓ !

આખરે મિટિંગ થાય છે

“આપ યહાં આયે કિસ લિયે ?” “આપ ને બુલાયા ઇસલિયે.” “આયે હૈં તો કામ ભી બતાઈયે.” “પહલે જરા આપ મુસ્કુરાઈયે” “મુસ્કુરાને કી ન કોઈ બાત હૈ” “દેખિયે તો ક્યા હસીન રાત હૈ” “કામ તો બતાઈયે બતાઈયે” “પહેલે જરા આપ મુસ્કુરાઈયે…”

ભાજપ સામ-દામ-દંડ-ભેદ બતાડે છે

આના હૈ તો આઓ, બુલાયેંગે નહીં, નખરે કિસી કે ઉઠાયેંગે નહીં..

કોંગ્રેસી ગરજ બતાડે છે

આપ જબ હૈ તો મેરે પાસ મેરા સબ કુછ હૈ, જાન ક્યા ચીજ હૈ, ‘ઇમાન’ ભી લે સકતે હૈ..

ભાજપ મસકા મારે છે

સારે શહર મેં આપ સા કોઈ નહીં, કોઈ નહીં

કોંગ્રેસી ફરી ભાવ ખાય છે

નીંદ ચૂરા કે રાતો મેં, તુમ ને બાતોં બાતોં મેં, દેખો બાત બદલ દી હૈ… હમ ફિર બાત બદલ દેંગે… આજ નહીં ‘ડિલ’ કલ દેંગે.. ઐસી ભી ક્યા જલ્દી હૈ ?

ભાજપને ઉતાવળ છે

કર લે દિલ કી બાત, કર લે ‘ડિલ’ કી બાત… આજ મૌકા હૈ, આજ મૌકા હૈ…

કોંગ્રેસી માની જાય છે

તુમ ને પુકારા ઔર હમ ચલે આયે, જાન હથેલી પર લે આયે રે…

...અને જુના વફાદાર ભાજપીઓ ?

ગૈરોં પે કરમ, અપનોં પે સિતમ ? એ જાને વફા યે જુલ્મ ના કર.. યે જુલ્મ ના કર..

- મન્નુ શેખચલ્લી

Comments