ગુજરાતી ફિલ્મોનાં ટાઈટલો કર્ણાટકના સિનેરિયો ઉપર જડબેસલાક બંધબેસતાં આવી રહ્યાં છે ! જુઓ…
***
ચિત્કાર…
(માત્ર 78 સીટો પર અટકી ગયેલી કોંગ્રેસનું રિએક્શન)
***
અલ્યા, હવે શું ?
(104 આગળ અટકી ગયા, પછી યેદીયુરપ્પાની ફીલિંગ…)
***
ફોડી લઈશું યાર
(ભાજપની નેતાગિરીનું આશ્વાસન)
***
તંબૂરો
(દેવગૌડાની ચેલેન્જ)
***
દે તાલી !
(આખો તમાશો જોઈને મનમાં ને મનમાં રાજી થઈ રહેલા મનમોહનસિંહ)
***
કેશ ઓન ડિલીવરી
(અપક્ષોની અપેક્ષા)
***
ઓક્સિજન
(જેડીએસની મદદથી કોંગ્રેસ માંડમાંડ બચી !)
***
ચલ મન જીતવા જઈએ
(કુમાર સ્વામીને CM પદે સ્વીકારીને સત્તા ટકાવવા થનગની રહેલા રાહુલ ગાંધી !)
***
લવની ભવાઈ
(કોંગ્રેસ જેડીએસનું ગઠબંધન)
***
આપણે તો બિન્દાસ
(કર્ણાટકના રેડ્ડી બંધુઓ)
***
હૂતૂતૂ…. જામી રમતની રૂતુ
(2019નો ખેલ અત્યારથી શરૂ)
***
લાસ્ટ ચાન્સ
(રાહુલ ગાંધી માટે)
***
(અને આ બધાની વચ્ચે ઊભા છે…)
ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ
(વજુભાઈ વાળા)
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment