આપણા ગુજરાતી શાયરોએ ઝાકળ, તકડકો, પતંગિયું, પીડા અને પિકાડેલી સ્ટ્રીટ જેવા વિષયો ઉપર ગઝલો લખી છે. અમને થાય છે કે યાર, અમારા કવિઓનાં દિલ આવી ફળફળતી ગરમીમાં પીગળ્યાં જ નહીં હોય ?
પણ વાંધો નહિ, ગુજરાતના મશહૂર શાયરોની માફી સાથે એમના થોડા શેરોને ‘ગરમાગરમ’ બનાવી દઈએ ?
***
ગ્રીષ્મની ત્યારે સાચી
શરૂઆત થઈ હશે
આદમના પસીનાની ઈવે
જ્યારે ફરિયાદ કરી હશે !
***
હું ક્યાં કરું છું કાશ્મીરની
ગલીઓ હોવી જોઈએ
પણ ગલીમાં એક
બરફગોળાની લારી હોવી જોઈએ !
***
બસ ગર્મીનો એટલો
આભાર હોય છે
જેને મળું છું, મુજથી
ઠંડોગાર હોય છે !
***
ટોળે વળ્યા શું ચાયની
એક કીટલી ઉપર ?
હરકોઈની ખોપડી અહીં
‘તપેલી’ હોય છે !
***
ઉનાળાના અહીં આજ
પગલાં થવાનાં
શહેરમાં બધાને
ખબર થઈ ગઈ છે
શટરો પડ્યાં છે
ઊભી બજારે, ને
ટ્રાફિક પોલીસ પણ
… ગુમ થઈ ગઈ છે !
***
પહેલાં જેવું મિજાજનું
એ ધોરણ નથી રહ્યું
નળના પાણી વડે જ
હવે તપી જવાય છે !
***
માનવી, ને આ ઉનાળો
આદમથી શેખાદમ સુધી
એ જ લાલમચોળ ગોળો
આદમથી શેખાદમ સુધી
એ જ લીંબુ, એ જ શરબત
એ જ ઠંડી લસ્સી…
એ જ પંખા, એ જ લૂ
આદમથી શેખાદમ સુધી !
***
- મન્નુ શેખચલ્લી
***
બસ ગર્મીનો એટલો
આભાર હોય છે
જેને મળું છું, મુજથી
ઠંડોગાર હોય છે !
***
ટોળે વળ્યા શું ચાયની
એક કીટલી ઉપર ?
હરકોઈની ખોપડી અહીં
‘તપેલી’ હોય છે !
***
ઉનાળાના અહીં આજ
પગલાં થવાનાં
શહેરમાં બધાને
ખબર થઈ ગઈ છે
શટરો પડ્યાં છે
ઊભી બજારે, ને
ટ્રાફિક પોલીસ પણ
… ગુમ થઈ ગઈ છે !
***
પહેલાં જેવું મિજાજનું
એ ધોરણ નથી રહ્યું
નળના પાણી વડે જ
હવે તપી જવાય છે !
***
માનવી, ને આ ઉનાળો
આદમથી શેખાદમ સુધી
એ જ લાલમચોળ ગોળો
આદમથી શેખાદમ સુધી
એ જ લીંબુ, એ જ શરબત
એ જ ઠંડી લસ્સી…
એ જ પંખા, એ જ લૂ
આદમથી શેખાદમ સુધી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment