એક કાચબાનું વેકેશન ...


એક કાચબાને વેકેશનમાં ફરવા જવાનું મન થયું.

ફરતો ફરતો તેં એક દરિયા કિનારે આવેલા મસ્ત દારૂના બારમાં પહોંચી ગયો. અહીં સરસ મ્યુઝિક વાગતું હતું. લોકો બિયર, વાઈન, વ્હીસ્કી વગેરે પીને નાચી રહ્યા હતા.

કાચબો માંડ રસ્તો કરતો કરતો બારના કાઉન્ટર પાસે પહોંચ્યો. જેમ તેમ કરીને, ખૂબ મહેનત પછી તે સ્ટુલ પર ચડ્યો.

સ્ટુલ પર ગોઠવાયા પછી તેણે ધીમા અવાજે બાર-ટેન્ડરને બોલાવીને કહ્યું “શી… શ ! એક બિયર આપ ને ?”

બાર ટેન્ડર કાચબાને જોઈને ચોંક્યો.

એણે કંઈ પણ બોલ્યા વિના કાચબાને પૂંછડીથી પકડ્યો અને બહાર જઈને ગોળ ગોળ ઘુમાવીને છેક દૂર ફેંકી દીધો.

એ ઘટનાને બે દિવસ  વીતી ગયા.

બે દિવસ  પછી એ જ કાચબો ફરી બારમાં દાખલ થતો દેખાયો ! એ ડગૂમગૂ કરતો છેક અંદર સુધી આવ્યો. મહેનત કરીને તે સ્ટુલ ઉપર ગોઠવાયો.

પછી બાર ટેન્ડરને પૂછે છે “… ઠીક છે, પણ કાંઈ કારણ?”

- મન્નુ શેખચલ્લી

Comments