II ફિલ્મી વેરી ફિલ્મી II
ખાસ ચેતવણી : આ ફિલ્મના તમામ પાત્રો વાસ્તવિક જ છે ! માત્ર ઘટનાઓ કાલ્પનિક છે.
***
સીન નંબર (1) સ્થળ : અમેરિકાની ફાઈવ સ્ટાર હોટલ
નીરવ મોદી કેમેરા સામે આવીને કહે છે : "એક સમયે હું 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ' હતો. આજે 'ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ' બની ગયો છું ! આ બધું કેવી રીતે બન્યું? સાંભળો...
***
સીન નંબર (2) સ્થળ : PNB
ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી અને નીરવ મોદી સામસામે બેઠા છે. શેટ્ટી પૂછે છે "સર, હમ કહાં હૈ ?" નીરવ મોદી કહે છે "હમ ફ્લેશ-બેક મેં હૈ..."
નીરવ : "શેટ્ટી, મુજે 1000 કા લોન ચાહિયે."
શેટ્ટી : નહીં મિલ સકતા.અગર ચાહિયે તો પાન કાર્ડ, આધાર કાર્ડ, ઇલેકશન કાર્ડ, સેલરી પ્રુફ, જોબ પ્રુફ, વોટર પ્રુફ, કેરેક્ટર સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ, સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ ઔર દો સાલ કી વોરંટી કે સાથ દો ગેરંટર લેકર આઓ.
નીરવ : તુમ ને ઠીક સે સુના નહિ. મુજે 1000 કા નહીં, 1000 કરોડ કા લોન ચાહિયે.
શેટ્ટી : ઐસા બોલો ના ! કલ ચાર પાસપોર્ટ ફોટો લેકર આ જાના. મિલ જાયેગા.
નીરવ : તુમ ને અભી ભી સૂના નહિ. મુઝે 1000 કરોડ કા લોન 100 બાર ચાહીએ।
શેટ્ટી : ઐસા બોલો ના ! કલ પાસપોર્ટ ફોટો નહિ, એક પાસપોર્ટ લેકર આ જાના. હમ પાસવર્ડ બના દેંગે.
નીરવ : એ પાસવર્ડ કૈસે બનેગા ?
શેટ્ટી : વો એ બી સી ડી સે બનેગા... જૈસે।.. એમઈઆરઈ બીએએપીકેએએમએએએલ.
નીરવ : અરે બાપ રે ! ઇતના મુશ્કિલ પાસવર્ડ ? તુમ યાદ કૈસે રખતે હો ?
શેટ્ટી : હમ લિખ લેતે હૈં, ઐસે. (લખીને ચિઠ્ઠી આપે છે. નીરવ ચિઠ્ઠી વાંચે છે)
નીરવ : merebaapkamaal... વાહ આ તો કામ થઇ ગ્યું !
***
સીન નંબર (3) સ્થળ : સીઆઈડી સિરિયલ
એસીપી પ્રધ્યુમના કપાળે સૂતળીઓ ચોંટાડીને કરચલીઓ પાડી રહ્યો છે. દયા આવે છે. "સર, યે ક્યા કર રહે હૈ?"
ACP : દયા, એ એપિસોડ બહોત લાંબા ચલનેવાલા હૈ..."
દયા : મગર સર હુઆ ક્યા હે ?
ACP : દયા, હમેં ઇન્ફર્મેશન મિલી હૈ કી કોઈ ગુજ્જુભાઈ 11000 કરોડ કા બેન્ક ફ્રોડ કર રહા હૈ. પતા કરો. ઉસે બાપ કા માલ કા પાસવર્ડ કૈસે મિલ ગયા ?
દયા : સર, હમ સીઆઈડી હૈ, સીબીઆઈ નહિ.
ACP : ગુગલ જૈસી બાત મત કરો. હમ સીઆઈડી હૈ, તો ક્યા હુઆ ?
દયા : હમારા 'આઈડી' હી 'સી' ગ્રેડ કા હૈ. હમ સિર્ફ 'સી' ગ્રેડ કે કેસ હેન્ડલ કર સકતે હૈ. વો ભી ટીવી પર.
ACP : દયા, પતા કરો સીબીઆઈ ક્યા કર રહી હૈ ?
દયા : સર, ઐસે સવાલ મત કરો. આપ વિરોધ પક્ષ કે નેતા નહિ હો.
ACP : મગર હમારી સીઆઈડી યે તો પતા કર સકતી હૈ ના, કિ સીબીઆઈ કા અગલા કદમ ક્યા હોગા ?
દયા : સર, અભી અગર બાંયા હૈ તો અગલા કદમ દાંયા હોગા.
ACP : ઓફફો શટ અપ !
***
સીન નંબર (4) સ્થળ : સીઆઈડી સિરિયલ
દયા : સર, પતા ચલ ગયા. સીબીઆઈ નીરવ મોદી કે ઠીકાનોં પે છાપે મારનેવાલી હૈ. મગર વો સહી મૌકે કી તલાશ મેં હૈ...
ACP : અચ્છા ? તો પતા કરો. સહી મૌકા કબ હૈ ?
દયા : પતા હૈ સર. સહી મૌકા તબ હોગા જબ નીરવ મોદી દેશ છોડકર ભાગ જાયેગા.
***
સીન નંબર (5) સ્થળ : દાવોસ, સ્વિત્ઝરલેન્ડ
એક ભવ્ય ઇન્ટરનૅશનલ બિઝનેસ કોન્ફરન્સમાં એક ગ્રુપ ફોટો લેવાઈ રહ્યો છે. ફોટો લેવાઈ ગયા પછી નીરવ મોદી નરેન્દ્ર મોદી પાસે આવે છે.
મોદી સાહેબ નીરવ મોદીને કહે છે "ભાઈ, આપણા ઇન્ડિયામાં નાણાંનું રોકાણ કરો..."
નીરવ મોદી કહે છે, "સર, હું તો આપણા દેશના નાણાંનું વિદેશોમાં રોકાણ કરી રહ્યો છું !"
આટલું કહીને નીરવ મોદી જતો રહે છે. મોદી સાહેબને ધીમે રહીને ટ્યૂબલાઈટ થાય છે. "હેં ? પેલો ગુજ્જુભાઈ શું કહી ગયો?"
***
સીન નંબર (6) સ્થળ : નીરવ મોદીના શો-રૂમો
નીરવ મોદીના જ્વેલરી શો-રૂમોમાં સીબીઆઈના દરોડા પડે છે. ઓફિસરો જ્વેલરીનાં ખોખાંઓ ઉપર લાગેલી કિંમતની ચિઠ્ઠીઓનો સરવાળો કરી ને સીબીઆઈ ચીફને કહે છે "સર, ટોટલ 5000 કરોડના ઘરેણાં છે !"
ત્યાં જ નીરવ મોદીનો વિડિઓ કોલ આવે છે "હા હા હા... એ તો માલની હરાજી કરશો ત્યારે ખબર પડશે કે કેટલા રૂપિયાનો માલ છે !
જ્વેલરી અસલી નહિ હોય તો શું કરશો ? હા... હા... હા... (ધી એન્ડ)
👍
Comments
Post a Comment