લો, લેટેસ્ટ હિન્દી ફિલ્મોનાં નામો હવે ગુજરાતીમાં આવી ગયાં છે....
ટ્યૂબલાઈટ=
ઝબૂકે એક વીજ-લાકડી
ટાઈગર જિન્દા હૈ=
ઘણું જીવે મારો વાઘડોજબ હેરી મેટ સેજલ =
સેજલડીને હરિ મળ્યાની ઘડી રળિયામણી
બદરીનાથ કી દુલ્હનિયા=
બહાદુર નાથાની બળુકી બૈરી
લાલી કી શાદીમેં લડ્ડુ દીવાના =
લીલાડીના લગનમાં લાડવો ઘેલોબાબુમોશાય બંદૂકબાજ=
બાબલો મોસાળમાં ને બંદૂકડી બાજુમાંશાદી મેં જરૂર આના =
મામાના લગનમાં જલુલ જલુલથી આવજોલિપસ્ટિક અંડર માય બુરખા =
મારા ઘૂમટામાં લાગી લૂંટાલૂંટ લાલી-લિપસ્ટિકનીકરીબ કરીબ સિંગલ =
લગભગ લગભગ તો વાંઢો !હાફ ગર્લફ્રેન્ડ =
બહેનપણી અડધી, ને આખું મારું દિલટોઈલેટ એક પ્રેમકથા =
જાજરૂમાં ઝમકાવું ઝાંઝર મારી ઝમકૂડીનાફાઈનલ એક્ઝિટ =
હાલને, છેલ્લી વાર હાલી નીકળીએકેદી બેન્ડ =
જેલમાં વાગે જંતર જીવતરનાંજીના ઈસીકા નામ હૈ =
ઓળી ઘોળી પીપળ પાન, ફોઈએ પાડ્યું જીવતર નામસિક્રેટ સુપરસ્ટાર =
જગમાં કોઈ જાણે નહિ, ને હું ચમકતો તારલોવોડકા ડાયરીઝ=
દેશી લઠ્ઠાવાળાની હિસાબની ચોપડીસનમ તેરી કસમ =
તને તારા જ સમ, મારી સમૂડી !ઘાયલ વન્સ અગેઈન =
વળી પાછો ઘવાણો દલડાનાં દંગલમાંકપૂર એન્ડ સન્સ =
કામણગારા કપૂરચંદના કાલાઘેલા દીકરાસન્તા બન્તા પ્રા. લિમિટેડ=
છગન મગનની ખાનગી પેઢીમોંહે-જો-ડેરો =
મારે જાવું મોહન જોગીના ડેરામાંએ દિલ હૈ મુશ્કીલ =
દલડાને હમજાવવું ભારી છે, ભૂરા !એર-લિફ્ટ =
હળવે હલાવજો હવામાં હવાઈ જહાજ.ટ્રેપ્ડ =
હલવાણો !!મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment