ઘટના ભલેને વર્લ્ડ લેવલની કેમ ના હોય, આપણાં દેશી દિમાગ તો એ જ રીતે ચાલવાનાં…
***
ન્યુઝ :
વેનેઝુએલામાં ભૂકંપથી ૧૩૦૦નાં મરણ, ૩૦,૦૦૦થી વધુ ઘાયલ… અને યુરોપમાં ભીષણ ગરમીથી ૧૩૦૦નાં મરણ અને ૩૦,૦૦૦થી વધુ બિમાર !
કોમેન્ટ :
આમાં મોદીજી વેનેઝુએલામાં તો મદદ મોકલી શકે, પણ યુરોપમાં શું મોકલવું ? ફૂદીન-હરા ? કે બરફગોળા, શરબતવાલા?
***
ન્યુઝ :
ફ્રાન્સ કહે છે કે યુરોપમાં આટલી બધી ગરમી પડી. એમાં અમેરિકા જવાબદાર છે ! કેમકે અમેરિકા સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરે છે.
કોમેન્ટ :
લો બોલો, ભારત બચી ગયું ને ? બાક આપણે દિવાળીમાં જે ફટાકડા ફોડીએ છીએ એનો જ વાંક નીકળવાનો હતો !
***
ન્યુઝ :
છેલ્લા ત્રણ મહિનામાં સોનાના ભાવમાં ૩૬૦૦૦ રૂપિયો ઘટાડો થવાથી ભારતના લોકોએ ઘરમાં રાખેલું ૫૦ ટન જેટલું સોનું વેચી નાંખ્યું !
કોમેન્ટ :
હજી સરકાર પાસે ‘ગોલ્ડન’ ચાન્સ છે ! જો ‘ટેકાના ભાવ’ આપીને ૧૦૦-૨૦૦ ટન સોનું પ્રજા પાસેથી ખરીદી લે તો ‘હુંડીયામણ’માં કેટલો બધો વધારો થઈ જશે !
(ઈસે કહતે હૈં ઇન્ટરનેશલ સોચ)
***
ન્યુઝ :
ટ્રમ્પે પોતાના દીકરા અને જમાઈને લગભગ ૧૦.૫ અબજ ડોલરના કોન્ટ્રાક્ટો અપાવીને ફાયદો કરાવ્યો.
કોમેન્ટ :
આખરે તો ટ્રમ્પ ભારતીય રાજકારણમાંથી કંઈક તો શીખ્યા ?
***
ન્યુઝ :
ભારત અને અમેરિકા વચ્ચે ચર્ચાઈ રહેલી ટ્રેડ-ડીલ ટુંક સમયમાં ફાઈનલ થઈ જશે.
કોમેન્ટ :
યાર, ટીવીની ન્યુઝ ચેનલમાં કંઈ ખરાબી લાગે છે ! આ સેઈમ ન્યુઝ છેલ્લા બે વરસથી ‘રીપીટ’ કેમ થયા કરે છે ? ટેપ ચોંટી ગઈ લાગે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment