અમારા મહેસાણાનો એક ‘બકો’ છે. એ વરસો પહેલાં અમને કાગળ લખતો હતો. વચમાં સાવ ગાયબ હતો. પણ હવે અચાનક એનો કાગળ આવ્યો છે ! તમે પણ વાંચો…
***
અલ્યા મન્નુભઈ,
તમીં ઓમ છાપામોં રોજ કોંકને કોંક ગતકડું લખો છો એ અમી વોંચીએ છીએ. પણ ભૈશાબ, તમીં પેલા અમેરિકાવારા ટ્રમ્પ હાટુય કોંક લખો !
કારણ સુ ? કે એ ડોહો નેવુ વરહનો થૈ ગ્યો તોય જપતો નહીં !
ઇમોંય, ઇરોંન જોડે લમણાંફોડ ચાલુ કરી છ, ઇમોં તો દુનિયોંનો દાટ વારી મેલ્યો છ ! ઇને ક’ઇએ કે ભલા મોંણહ, તને વેનેઝુએલાનાં ઓઈલનો દલ્લો તો મલી જ્યો તો.. તો ત્યોંથી કાઢેલું ઓઇલ વેચી ખાવાને બદલે ઇરોંનમાં શું લૂમ લેવા હાથ ઘાલ્યો ?
ઇને કહીએ કે હાહરા, તેં તો આઘે બેઠોં બેઠોં મધપૂડામાં પથરો નોંખી દીધો, પણ ઓંય કણ આખી દુનિયોંને એ હાહરી છંછેડાયેલી મોંખ્યો ડંખ મારવા મોંડી છ !
પેલી હોરમુજની ખાડી ઓંમેય પેલોં ખુલ્લી જ હતી કે? પણ તમોંએ હળી કરી ઇમોં ઇરોનવારાએ હોરમુજની ખાડીમોં બૂચ મારી દીધો !
ઓમોંને ઓંમોં દુનિયોનું નાક દબઈ જ્યું ! ઇમોં વરી ઓછું અતું તે તમીં નાકાબંધી કરીને દુનિયાનું ગરું (ગળું) પકડીને બેહી જ્યા!
અલ્યા, ઝપો કે ?
અને તોય પાછા પાકિસ્તોંનમોં જઈને ‘સોંતિ… સોંતિ…’ની વારતા કરવાનોં ઉપાડો લઇન બેઠોં છ !
આ ફેરી તો એવું થ્યું કે જોંણે કોઈ છોકરાએ ‘ટીંડર’મોં જોઈને છોકરીને મલવા બોલાઈ હોય, તાણે પેલો ઘેલહઘરો છોકરો ચેવો બે કલ્લાક વ્હેલ્લો જઈને બેહી જાય ? ઇમ અમેરિકાવારા પાકિસ્તોનમોં જઈને બેહી ગૈલા.
ને ઇરોંનવારી પાલ્ટી આઈ જ નંઈ !
આટઆટલોં ભોઠોં પડ્યોં છ, છતોંય નેવું વરહનો ટ્રમ્પ અજુ તંત નહીં મેલતો !
મન્નુભઈ, તમીં ઇને કોંક હમજાવો. કેમકે ઓંય કણે મેંહોંણામોં ગેસના બાટલાની બબાલ અજુ ચાલુ જ છ.
ને મારી બકુડી મારો જીવ ખોંય છ !
તમીં કોંક કરો ભૈશાબ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment