ઇરાન-ઇઝરાયેલ-યુએસની વૉર પછી જુની ગુજરાતી ફિલ્મોનાં ટાઈટલોમાં સ્હેજ ફેરફાર કરીને નવી ફિલ્મો એનાઉન્સ કરવા જેવી છે…
***
(વર્લ્ડ લેવલની સ્ટોરીવાળી ફિલ્મો)
હોર્મુઝ તારાં ઊંડા પાણી
હોર્મુઝને કાંઠે
વાગી કાળજે કટારી ઈરાનની
ખોમેની ઝૂક્યા નથી, ઝૂકશે નહીં
રશિયા તારી રાધા રોકાણી ઈરાનમાં
કેરી ઓન કીમ સ્ટાર્મર
કોઈ કમલા હેરિસને કહેજો
મુનીર બની થનગાટ કરે
***
(ગુજરાતમાં ઘેર ઘેર સર્જાતી કહાણીઓની નવી ફિલ્મો)
મારે ટોડલે બેઠી વૉર
વીર બાટલાવાળો
છાણાં તારાં સંભારણાં
ગેસની ભવાઈ
એક વાર સીએનજી લઈને આવજે
સગડી તારી માયા લાગી
મહિયારમાં મારું ઘાસતેલ નથી
કેવી રીતે ખઈશ
મને લાગી રે લગન તારા ગેસની
તું પાઈપ લગાવજે મારા ગેસની
ઓવન મારી લાખોમાં એક
ખમ્મા મારા લાલ (બાટલા)
***
(ખાડીના દેશો, ટ્રમ્પ અને બીજી કહાણીઓ વિશેની ફિલ્મો)
તમે રે ટ્રમ્પો ને અમે ઢેર
મિસાઈલ વેરાણાં ગલ્ફમાં
મિસાઈલ છૂટે પણ તંત છૂટે
દેશ રે દાઝ્યા, દાદા પરદેશ દાઝ્યા
બળેલા જીવ
વૉર પધરાવો સાવધાન
હું હુંશી ડંફાશીલાલ
કોઈ આને સમજાવો
દુઃખડાં હરો ‘યુનો’ માં
સાચો સથવારો પુતિનનો
સસ્તું ભાડું ને રશિયાનું તેલ
મારા ગલ્ફે ફસાણા તમે સાજણા
દૂબઈના બોમ્બ મેં તો સપનામાં દીઠા
ઓઈલ તો પીધાં જાણી જાણી
***
(અને છેલ્લે, દુનિયાના તમામ દેશોને લાગુ પડતી એક ફિલ્મ)
‘ફાટી ને ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment