'શરાબી' : કેટલો જુનો દારૂ નવી બોટલમાં?

સૌથી પહેલો સવાલ તો એ થાય કે જો આજના સમયમાં ‘શરાબી’ જેવી ફિલ્મ બને તો કુલ કેટલી વાર ફિલ્મમાં પેલી પટ્ટી ચલાવવી પડે કે ‘મદ્યપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’ ? કેમ કે ફિલ્મના ૮૦ ટકા દૃશ્યોમાં તો બચ્ચન સાહેબ ‘પીધેલી’ હાલતમાં જ છે !

એ તો ઠીક, ફિલ્મનાં પોસ્ટરો ઉપર પણ એ સૂચના લખવી પડી હોત ! ફિલ્મમાં જ્યાં જ્યાં બાટલીનાં ‘દર્શન’ થાય છે ત્યાં ત્યાં ‘આઉટ ઑફ ફોક્સ’ કરીને ધૂંધળું ધૂંધળું કરવું પડ્યું હોત !

કહેવાય છે કે ગુજરાતના પ્રેક્ષકો તો અમિતાભને નહીં ‘બાટલીઓને’ જોઈને જ ખુશ થઈ જતા હતા ! બોલો.

અચ્છા, ફિલ્મમાં અમિતાભ આટલો બધો શરાબી કેમ થઈ જાય છે ? તો સાહેબો, સ્ટોરીમાં એવું કહેવાયું છે કે એની મા મરી ગઈ હતી, અને બાબો જ્યારે જ્યારે રડે ત્યારે બાપ (પ્રાણ) એને ઊંઘાડી દેવા માટે બે ચમચી દારૂ પીવડાવી દેતો હતો ! લો બોલો.

સ્ટોરીમાં આવા તો ઘણા ઝોલ છે પણ જાણવા જેવી વાત એ છે કે પ્રોડ્યુસર ડિરેક્ટર પ્રકાશ મહેરાએ ફિલ્મ બનાવતી વખતે ક્યાં ક્યાંથી ‘તૈયાર માલ’ ઉઠાવી લીધા છે…!

જી હા, સૌથી પહેલો હાથ તો એમણે પોતાની જ ફિલ્મ ઉપર માર્યો છે ! ‘મુકદ્દર કા સિકંદર’માં અમિતાભ જ્યાં ને ત્યાં સડેલી વાહિયાત શાયરીઓ ફટકારે છે, જેમ કે ‘સિકંદર જબ શાયરી કરતા હૈ, તબ શાયરી કરતા હૈ !’

એ પાત્રની વાત ઉઠાવીને અહીં રીપીટ કરી છે ! અને શાયરીઓ તો એથી પણ સડેલી છે ! જેમકે ‘શરાબી કો શરાબી નહીં તો ક્યા પૂજારી કહોગે ? ગેહું કો ગેહું નહીં તો ક્યા જવારી કહોગે ?’ ‘જિગર કા દર્દ કહીં ઉપર સે માલૂમ હોતા હૈ ? અરે, જિગર કા દર્દ ‘નહીં’ ઉપર સે માલુમ હોતા હૈ !’ બોલો વાહ વાહ !

એ જ રીતે ‘મુકદ્દર કા સિકંદર’માં જે રીતે અમિતાભ રેખાના ચાલુ મુજરામાં ઊભો થઈને પોતે જ ગાયન લલકારવા લાગે છે એ જ રીતે અહીં પણ જયાપ્રદાના ડાન્સ વચ્ચે પોતે લુડકતી ટાંગ સાથે ગાવા લાગે છે ‘નશા શરાબ મેં હોતા તો ઝૂમતી બોતલ…’ સાલી આ લાઈન પણ ઉઠાવી ફૂટપાથ ઉપરથી ? (અને ધૂનના સૂર પણ કલ્યાણજી આનંદજીના ગાયનને મળતા આવે છે ! સાંભળજો.)

બીજી મોટી ઉઠાંતરી કરી રૂના લૈલાના ગાયનની ! મૂળ તો આ બંગાળી લોકગીત હતું, જે સચિનદેવ બર્મને ‘ગાઈડ’ ફિલ્મમાં વાપર્યું હતું. (અલ્લા મેઘ દે પાની દે, છાયા દે…) પણ ૧૯૭૯માં રૂના લૈલા નામની બાંગ્લાદેશી ગાયિકાએ ભારતમાં આવીને દૂરદર્શન ઉપર એ જ ગીત ફાસ્ટ રિધમમાં જે મસ્તીથી ગાયું કે તરત જ હિટ થઈ ગયેલું… બસ, એ જ ગીતમાં હિન્દી શબ્દોનો વઘાર કરીને પ્રકાશ મહેરાએ ‘શરાબી’માં પધરાવી દીધું !

બાકી હતું તે એ જ ગાયન કીશોર કુમારના અવાજમાં ગવડાવીને બચ્ચન સાહેબની લુડકતી ટાંગોની ‘ડોલનશૈલી’ સાથે પિક્ચરાઈઝ પણ કરી દીધું ! ‘મીનાઆઆ…. આ ગયા તેરા દિવાનાઆઆ…’

આટલી ઉઠાંતરીઓ પછી ફિલ્મના ઓરીજીનલ લોચા લબાચા ઉપર આવીએ, તો આ મીના નામની ડાન્સર (જયાપ્રદા)ના શોની તમામ ટિકીટો પોતે ખરીદીને બચ્ચન સાહેબ, દારૂની આખી ટ્રે સાથે ખાલી હોલમાં, એકલા ટાંટિયા લાંબા કરીને બેસી ગયા હોય છે ! 

જો કોઈ ડાન્સર ખરેખર થોડીક પણ સ્વમાન ધરાવતી હોય તો નાચવાની ચોખ્ખી ના જ પાડી દે ને ? પણ એકાદ બે ડાયલોગથી એ પીગળી જાય છે !

અને પછી તો બચ્ચન સાહેબ ખુરશી ઉપરથી ઊઠીને ઉપર લાંબા થઈ જાય છે ! હાથમાં ફૂલોનો ગજરો લટકાવીને રીતસર આખા શોને ‘મુજરો’ બનાવી નાંખે છે ! બાકી હતું તે પોતે પણ ગાવા માંડે છે ! અને છેલ્લે પોતાની હથેળીમાં જોરજોરથી ઘુંઘરું પછાડીને હથેળીને લોહીલુહાણ કરી નાંખે છે !

સાલું, આટલું સનકી વર્તન જોઈને કોઈપણ ડિસન્ટ છોકરીએ સમજી જવું જોઈએ કે આ માણસ ‘નોર્મલ’ નથી, પણ ‘સાયકો’ છે !

પરંતુ મીના તો છોડો, દેશની કરોડો જનતાને પણ એવો વિચાર નહોતો આવ્યો ! કેમ ? કેમકે એ તો બચ્ચન સા’બ હતા ને ! અમે અગાઉના એક લેખમાં લખ્યું હતું તેમ : ‘કૌન કમબખ્ત યહાં કેરેક્ટર દેખને આતા હૈ, હમ તો આયે હૈં કિ બચ્ચન કો લુડકતા દેખ સકેં !’

આ અગાઉ અમિતાભ બચ્ચનના ‘દારૂવાળા’ સીન છૂટકમાં જ જોવા મળતા હતા, જેમ કે, ‘અમર અકબર એન્થની’માં અરીસામાં જોઈને મલમપટ્ટી લગાડવાનો સીન કે પછી ‘દો ઔર દો પાંચ’માં બચ્ચન વંદા સાથે વાતો કરે છે કે ‘તેરા મેરે સાથ સોને કા ઈરાદા હૈ ક્યા ?’

પણ અહીં તો ‘દારૂડિયા’ બચ્ચનના સીનો જથ્થાબંધના ભાવમાં હતા ! ઉપરથી પેલો યાદગાર સીન ‘મૂછેં હો તો નથ્થુલાલ કે જેસી હોં, વરના ના હોં !’ આજે પણ ચેલેન્જ છે કે આવા સાવ બે કોડીના ડાયલોગ વડે લોકોને પેટ પકડીને હસાવી શકે એવો કોઈ એક્ટર, ગોવિંદા સિવાય તો પેદા થયો નથી !

એ જ રીતે પેલો સીન… ‘એક આપ હૈ, ઔર એક વો ચાર બદમાશ લોગ…’ પેલા ચાર ગુન્ડાઓ મીનાનું સરનામું બતાડવાને બહાને બચ્ચનની ચેઈન, ઘડીયાળ, વોલેટ અને મીનાએ પેલી લોહી ઝરતી હથેળી પર બાંધેલો રૂમાલ લૂંટી લે છે તેને પાછાં લેવા માટે બચ્ચનજી જે ફાઈટ કરે છે… અને મારામારી કરતાં કરતાં ખુદ એની કોમેન્ટ્રી કરતા જાય છે… 

‘વો આપ કે ગલે પર ચાકુ રખ દેગા ! ઐસે ! મગર તુમ ઉસે થપ્પડ માર દેના ! ઐસે !’ એમાંય વળી ‘વો જો પહલે ગિર ગયા થા વો ધીરે ધીરે ઉઠકર પીછે સે આયેગા… ઔર તુમ્હેં પકડ લેગા…! અરે ઠીક સે પકડો યાર ?’

કસમ સે બોસ, આવી કોમિક ફાઈટ આજ સુધી, યાને કે ‘શરાબી’ પહેલાં અને ‘શરાબી’ પછી કદી જોઈ નથી !

અને હા, ભપ્પી લહેરીએ બાકીનાં તમામ ગાયનોમાં ભલે ટોટલ વેઠ ઉતારી હોય પરંતુ ‘મંઝિલે અપની જગહ…’ની જે બેહદ દર્દભરી ધૂન બનાવી છે અને કિશોરકુમાર પાસે જે દિલથી ગવડાવ્યું છે, એની સામે ભપ્પી લહેરીની ટોટલ વેઠ પણ માફ !!

બાકી, કૌન કમબખ્ત ‘શરાબી’ની ભૂલો શોધવા જતા હતા ? અમે તો જતા હતા કે…

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* ‘જહાં ચાર યાર…’ ગાયનના માત્ર એક જ અંતરા માટે સ્મિતા પાટિલે મરાઠણ બનીને નાનકડી એન્ટ્રી લીધી હતી.

*ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં અમિતાભ બચ્ચનની હથેળી અનાર બોમ્બ ફોડવા જતાં સખત રીતે દાઝી ગઇ હતી. એ છૂપાવવા માટે અમિતાભે મોટા ભાગના દ્રશ્યોમાં પોતાનો ડાબો હાથ કોટના ખિસ્સામાં રાખવાની 'સ્ટાઈલ' બનાવી દીધી હતી.

* ફિલ્મમાં અમુક દૃશ્યોમાં દિવાલો ઉપર અલગ અલગ ટાઈમમાં રિલીઝ થયેલી ફિલ્મોનાં પોસ્ટરો એક સાથે લગાડેલા દેખાય છે ! જેમ કે ‘ક્રાંતિ’ ‘દીવાર’ ‘અમર અકબર એન્થની’ ‘અનામિકા’ ‘આંધી’ અને ‘ચરસ’ વગેરે.

* મનમોહન દેસાઈએ ફિલ્મ જોઈને ટીકા કરતાં કીધેલું કે ‘એક શરાબી જ ‘શરાબી’ જેવી ફિલ્મ બનાવી શકે, અને એક મર્દ જ ‘મર્દ’ જેવી ફિલ્મ બનાવી શકે.’ જવાબમાં પ્રકાશ મહેરાએ કહ્યું હતું કે ‘એક કુલી જ આટલી હલકી કોમેન્ટ કરી શકે…’

* આસિસ્ટન્ટ રામ સેઠી જે પ્રકાશ મહેરાની લગભદ દરેક ફિલ્મમના એકાદ કોમેડી દૃશ્યમાં દેખાતા હતા તે અહીં ગાયબ છે !

***

-મન્નુ શેખચલ્લી 

Comments

  1. સુમંત વશી. sumant37 on google.2 April 2026 at 17:53

    રામ સેઠીને યાદ કરીને શોધ્યો ! તમે ગજબ છો। I love you,sir. જીયો,જીયો. ઝીણું ઝીણું કાંતવા બદલ.

    ReplyDelete
  2. Dr Joban Modha2 April 2026 at 18:54

    🍷 ‘શરાબી’ : Behind-the-scenes પણ એટલું જ નશામાં હતું! 😄🔥

    જો તમને લાગે છે કે Sharaabi ફક્ત screen પર જ “over” છે…
    તો થોભો… real story તો હજી બાકી છે બોસ! 👇

    ---

    ✈️ Story literally planeમાં બની!

    Amitabh Bachchanએ ખુદ reveal કર્યું:

    👉 ફિલ્મનો idea flightમાં આવ્યો!
    Prakash Mehraએ mid-air આખી story કહી દીધી!

    👉 landing થાય ત્યાં સુધી:
    Story ready ✔ Script almost ready ✔

    🎯 એટલે આ ફિલ્મ technically “airborne imagination” છે! 😂

    ---

    📜 Dialogues એટલા લાંબા કે… alcohol sober થઈ જાય!

    Original scriptમાં:

    👉 2-3 page લાંબા dialogues!

    Bachchan બોલ્યા:
    “દારૂડિયો આટલું લાંબું બોલે તો film 5 કલાક ચાલે!” 😄

    👉 એટલે dialogues કાપવા પડ્યા

    🎯 Imagine કરો… uncensored version તો Netflix series બની જાત! 🍿

    ---

    🎭 Hollywood copy alert (official level 😏)

    👉 આ ફિલ્મ loosely inspired હતી Hollywood movie Arthur (1981) પરથી!

    🎯 એટલે:
    “દારૂડિયો rich hero + love story” concept already imported!

    👉 Bollywood version:
    “Thoda emotion, thoda gaana, thoda overacting = Sharaabi!” 😄

    ---

    👴 Pran vs Dilip Kumar – casting drama!

    👉 Father role originally offer થયું હતું
    Dilip Kumarને

    👉 પણ તેમણે reject કરી દીધું કારણ કે characterમાં negative shade હતો

    👉 પછી આવ્યો legendary entry:
    Pran

    🎯 એટલે imagine કરો…
    જો Dilip Kumar હોત તો ફિલ્મ વધુ serious બની જાત! 😄

    ---

    🔥 Real-life burn = on-screen style

    👉 Shoot પહેલા Bachchanની left hand દાઝી ગઈ હતી

    👉 solution?
    👉 આખી ફિલ્મમાં હાથ ખિસ્સામાં રાખવો = “style” બનાવી દીધી!

    🎯 Bollywood hack level: 100 😎

    ---

    🎤 Kishore Kumar = sober singer, drunk effect!

    👉 સૌથી મોટો twist:

    Kishore Kumar પોતે દારૂ પીતાં જ નહોતા!

    👉 પણ “drunk voice” માટે:

    - gargle કરીને
    - voice modulate કરીને

    👉 “નશામાં ગાવું” simulate કર્યું!

    🎯 Acting તો actor કરે…
    Singer પણ acting કરે છે બોસ! 😄

    ---

    🏆 Awards પણ full tight!

    👉 Filmfare Awardsમાં:

    - Best Music – Bappi Lahiri ✔
    - Best Singer – Kishore Kumar ✔

    🎯 એટલે critics પણ બોલ્યા:
    “Logic ભલે down હોય… music top class છે!” 🎶

    ---

    🧠 Final Truth Bomb 💣 (Research edition)

    👉 Story flightમાં લખાઈ
    👉 Hollywoodથી inspired
    👉 Dialogues cut કરીને manage કર્યાં
    👉 Injuryને style બનાવી
    👉 Singer sober હતો પણ ગીત drunk લાગ્યું

    અને છતાં…

    👉 Film = SUPER HIT 😎

    ---

    🎯 Ultimate Punchline

    👉 “‘શરાબી’માં logic નથી… પણ making process પણ થોડું ‘tipsy’ હતું!” 🍷😂

    ---

    💬 Comment કરો:
    આટલી બધી “setting” પછી પણ film classic છે કે overhyped?

    👍 Like કરો જો તમને પણ લાગે કે Bollywoodમાં logic optional subject છે! 😄

    ReplyDelete
  3. Wah lalitbhai tamari nirikshan shakti par to doubt hato j nahi pan aa joban bhai e to purn pishtpeshan karine jane dal ma tadko lagadyo maja aavi gai hats of u both aavi saras chanavat badal

    ReplyDelete
    Replies
    1. ડો. જોબન મોઢા સાહેબે માત્ર દાળમાં વઘાર જ નહીં આખેઆખી નવી વાનગી પીરસી દીધી છે ! ખુબ ખુબ આભાર જોબનભાઈ !!!

      Delete

Post a Comment