‘બ્રેકિંગ ન્યુઝ : ‘ઇન્ડિગો’નું નામ બદલીને હવે ‘ઇટ-ડિડન્ટ-ગો’ કરવામાં આવશે.’
આવી જોક્સ પર એકાદ વાર હસવું તો આવી જાય પરંતુ આખો ઘટનાક્રમ જોયા પછી જોક્સમાં કડવાશ વધારે આવી જાય છે…
***
‘ઇન્ડિગો ઓટીપી’નો એક જ મતલબ હતો...
ઓ = ઓન્લી, ટી = ટાઈમ પી = પાસ…!
***
સાત સાત કલાક રાહ જોવડાવ્યા પછી આખરે જ્યારે ફ્લાઈટ ‘કેન્સલ’ થાય છે ત્યારે મુસાફરોનું રિએક્શન :
‘પહલે બોલના ચાહિયે ના ?’
***
એ તો સારું થયું કે એરપોર્ટના સ્પીકરોમાં પેલું ગાયન ના વગાડ્યું…
‘ઇન્તેહા હો ગઈ ઇન્તેઝાર કી…’
જો વગાડ્યું હોત તો ઇન્ડિગો સ્ટાફને ડાયરેક્ટ આઈસીયુમાં ભરતી કરવા પડ્યા હોત !
***
બિચારા પેસેન્જરોને ક્યાં અંદાજ હતો કે તેઓ જેવા એરપોર્ટમાં દાખલ થાય કે તરત જ એમને એક સિક્રેટ (છતાં ક્રુર) મેસેજ મોકલવામાં આવતો હતો કે…
‘આપ કા સમય શુરુ હોતા હૈ… અબ !’
***
પાયલોટોના કામના કલાકો બાબતે નિયમો બનાવવા પાછળ સરકારનો ઇરાદો એક જ હતો… ‘મુસાફરોની સલામતીની ચિંતા!’ રાઈટ ?
હવે જુઓ, જે હજારો ફ્લાઈટો કેન્સલ થઈ એમંથી એક પણ પ્લેન-ક્રેશ થયો ? ના થયો ને ?
આમાંને આમાં કેટલા બધા મુસાફરોના જીવ બચી ગયા ? બોલો.
***
સૌને લાગે છે કે ઇન્ડિગો જ વિલન છે. પણ ના, ઇન્ડિગો તો હીરો છે !
જુઓને, એમના કારણે વિમાનનાં ભાડાં ઉપર ‘લગામ’ લાગી ગઈ ને ? (પ્રજા કરશે કરોડો રૂપિયાની બચત !)
***
અમુક લોકો માને છે કે ઇન્ડિગોએ જાણી જોઈને પેસેન્જરોને ત્રાસ આપીને સરકારને બ્લેકમેઈલ કરી, જેથી સરકાર ‘ઘુંટણીયે’ પડી ગઈ..
ના ભાઈ ના ! શેની ઘુંટણીયે ? ભાડાં પર ‘ટેમ્પરરી લગામ’ લગાડીને ‘ટંગડી’ ઊંચી ના કરી ?
***
કહે છે કે ઇન્ડિગોએ ભાજપને ૩૬ કરોડનું દાન કરેલું ! એટલે જ સરકાર એને છાવરે છે…
ફક્ત ૩૬ કરોડ ? યાર, આ મામલે બિચારા ગુજરાતના બૂટલેગરો મજબૂર છે… એ લોકો તો આંકડો ‘જાહેર’ પણ ના કરી શકે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment