ફક્ત ૫૦૧નો ચાંલ્લો કરીને ચાર જણા પેટ ભરીને જમ્યા પછી કહે કે ‘ઢોકળાં ઠંડાં હતાં, પરોઠા ચીવ્વડ હતા અને લાઈવ ઢોંસાની લાઈનમાં ધક્કામુક્કી થઈ ગઈ એમાં મારાં ગુલાબજાંબુ ઢોળાઈ ગયાં…’
આવા રિવ્યૂના જમાના ગયા ! હવે તો ફિલ્મોની જેમ મેરેજોના પણ રિવ્યુ આવશે… અલગ અલગ સ્ટાઈલમાં !
***
ફૂડ વ્લોગર સ્ટાઈલમાં :
‘જે દિવસે હાઈલી એક્સ્પેન્સીવ ઇન્વીટેશનમાં ડ્રાયફ્રુટ્સ અને લિકરની મિનિ-બોટલ મળી હતી ત્યારથી આઈ વોઝ ડાઇંગ ટુ કમ હિયર ! સો, લેટ્સ ટેસ્ટ ઇચ આઇટમ વન બાય વન… તમે જોઈ શકો છો કે અહીં ટોટલ ‘એક્કાવન’ કાઉન્ટર્સ છે… ફીફ્ટી વન ! કેન યુ બિલીવ ?’
આપણે સૂપથી સ્ટાર્ટ કરીએ ? હું વન બાય વન નાની ચમચીથી ચારે ચાર સુપ ટેસ્ટ કરીને વાઆઆઆ…ઉ… વાઆઆઆઉ… કરીશ, ઓકે ? ઓવ… આઈ એમ જસ્ટ ડાઈંગ ટુ ટેસ્ટ ધીસ ડિલીશીયસ…
હેં શું કહ્યું ? આ ડીશ વોશિંગનું કાઉન્ટર છે ? મેં જસ્ટ હમણાં વોશિંગ લિક્વીડ ટ્રાય કર્યું ?
***
મ્યુઝિક રિવ્યુ સ્ટાઈલમાં :
‘વેએલ… (કાન ફાડી નાંખે એવા ઘોંઘાટ વચ્ચે) સંગીત સંધ્યાનો આ મારો પાંત્રીસમો રિવ્યુ છે..
શું કહ્યું ? હજી મોટેથી બોલવું પડશે ? વેએએલ… જ્યારે તમારી પાસે કોઈ દેસી ડીજે હોય, જેની બે ખટારા ભરીને બત્રીસ કબાટો જેવડી મોટી સાઉન્ડ સિસ્ટમ હોય, પ્લે લિસ્ટમાં ભોજપુરી, કોલ્ડ પ્લે, પાવર ભાંગડા અને માતાજીનાં ડાકલાં સુધીની ખિચડી હોય ત્યાં…
સોરી ? શું કહ્યું ? હવે વેવાઈઓ અને વેવાણો સ્ટેજ પર આવીને ડાન્સ કરવાનાં છે ?
વાઆઆઉ !! સો, લેટ્સ વેલકમ ધેમ વિથ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ… (ઘોંઘાટ વચ્ચે બોલતો સંભળાય છે) હલો… હજી મારા મોબાઈલમાં પેમેન્ટ નથી આવ્યું હોં ? જરા જલ્દી કરાવોને … આ લાઈવ જઈ રહ્યું છે… (ફરી કાન ફાડી નાંખે તેવો ઘોંઘાટ)
***
ફેશન રિવ્યુ સ્ટાઈલમાં :
ઓકે… અડધો કલાકની રાહ જોવરાવ્યા પછી (બગાસું ખાય છે) દુલ્હનની એન્ટ્રી થઈ રહી છે (વધુ બગાસાં) કંઈ જ નવું નથી..
એ જ ફૂલઝડીઓની આતશબાજી, એ વાસી ગુલાબની પાંખડીઓનો વરસાદ, એ જ ફાલતુ ફિલ્મી ગાયન… અને દુલ્હનનો ડ્રેસ ? (બગાસું)
આઈ ટેલ યુ, ૬૦ હજાર ખર્ચ્યા પછી જો પછી એ જ ઘીસીપીટી ફેશનમાં એન્ટ્રી લેવાને બદલે જો દુલ્હન ‘એક્સવાયઝી’માં ગઈ હોત તો… જ્યાં તમને સ્ટાર્ટિંગ ફ્રોમ ફિફટી થાઉઝન્ડમાં… (સ્પોન્સર કરેલી એડ ચાલુ થઈ જાય છે.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment