દિલ્હીનાં તો નસીબ જ ફૂટેલાં લાગે છે ! છેક ઇથોપિયામાં જ્વાળામુખી ફાટ્યો તો એની રાખ હજારો કિલોમીટર સુધી હવામાં ઊડીને બીજે ક્યાંય નહીં પણ દિલ્હીમાં જ આવી ?
હવેતો દિલ્હીનાં લોકોએ આવાં ‘પ્રદૂષિત’ ગાયનો ગાવાનો વારો આવ્યો છે..
***
કાલી હવા, મૈલી ઘટા
આ હી ગઈ ઝૂમ કે
સાંસ બિના ડોલે સભી
પોલ્યુસન કી ધૂન પે…
***
પેલી બાજુ હરિયાણા-પંજાબના ખેડૂતો આ સિઝનમાં લાખ મનાવ્યા છતાં ખેતરમાં પરાળી બાળ્યા વિના રહેતા જ નથી ! એમનું સમૂહગાન તો ચાલુ જ છે…
હવા-હવા, એ હવા…
ધૂમ્મસ બઢા દે !
ફૂલી-ફૂલી… યે ફૂલી
સાંસે દબા દે !
ના હમ યુ હટેંગે
હાં, ફિર સે જલા દે !
પરાળી જલા દે
હર સાલ જલા દે !
***
કાળી કાળી રાખને કારણે સીન એવો છે કે ધોળે દહાડે પણ ઘરની લાઈટો ચાલુ રાખવી પડે છે ! આવા સમયમાં ખુદ દિલ્હીની હવા જ ગાયન લલકારી રહી છે…
બિજલી જલાને..
મૈં હું આઈ !
કહતે હૈ મુજ કો
હવા – તબાહી !!
મૈં હું સાંસોં કી નાની…
મેરી કાલી યે કમાઈ !
જમુના સે પાની છીનું
ફેક્ટ્રી સે હપ્તા છીનું
મિડીયા મેં આગ લગા દું
પ્લાનિંગ કી વાટ લગા દું
સરકાર ભાજપ કી હો
યા ‘આપ’ કી…
કહતે હૈં મુજ કો
હવા-તબાહી !!
***
આ બધા વચ્ચે જમુના કિનારે બેઠેલો એક ફકીર દિલ્હીની જિંદગી વિશે એક ફિલોસોફીકલ ગીત લલકારી રહ્યો છે…
યે હવા, યે નદી કા કિનારા
પોલ્યુશન કા હૈ સારા નજારા
કહ રાહા હૈ બાર બાર
હો સકે તો બંધ કરી
અપની ખિડકી, અપની નાકેં !!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment