કહેવાય છે કે માતા જ્યારે સગર્ભા હોય ત્યારે જે કંઈ જુએ કે વાંચે તેની અસર તેના પેટમાં રહેલા બાળક ઉપર પડતી હોય છે. હવે ધારો કે કોઈ માતા સતત ટીવી સિરીયલો જ જોયા કરતી હોય તો ?
***
બાળક જન્મતાંની સાથે જ બોલશે : ‘આ કેટલામો એપિસોડ છે ? આગળ કેટલા એપિસોડ ગયા ? અને આ બધું કેમ બદલાઈ ગયેલું લાગે છે ?’
***
બાળક થોડું સમજણું થાય ત્યારે પૂછશે : ‘હમારા ઉસ મલ્હોત્રા પરિવાર, વીરાણી પરિવાર ઔર ગોકુલધામ સોસાયટી કે પરિવારો સે ક્યા રીશ્તા હૈ ?’
***
સ્કૂલની એકઝામમાં જો નાપાસ થાય અને પપ્પા ખખડાવે તો બહાનું તૈયાર હશે : ‘મેરી યાદદાશ્ત ચલી ગઈ થી !’
***
ક્લાસમાં એકાદ સબજેક્ટની ટિચર બદલાઈને બીજી આવે તો પૂછશે ‘ક્યા તુમ ને પ્લાસ્ટિક સર્જરી કરવાઈ હૈ ?’
***
એ છ સાત વરસનો થાય એટલામાં તો અકળાઈ જશે ! મમ્મીને કહેશે : ‘જલ્દી કરો… મારે હવે વીસ વરસનો જમ્પ મારવો છે !’
***
જો કોઈ દહાડો શાક દાઝી ગયું હોય અથવા દાળનો વઘાર બલી ગયો હોય તો આખા ઘરમાં ઉત્પાત મચાવી દેશે : ‘રસોડે મેં કૌન થા ?’
***
પપ્પાને કચરાં પોતાં વાસણ વગેરે કામ કરતાં જોશે તો સિરીયસ થઈને પૂછશે ‘ક્યા યહી હમારે ખાનદાન કી પરંપરા હૈ ?’
***
જો મમ્મી એકાદ થપ્પડ મારે તો થોબડો ફૂલાવીને ડાયલોગ મારશે ‘એક માં હોને કે નાતે તુમ અપને બેટે કે સાથ ઐસા સલુક કૈસે કર સકતી હો ?’
***
અને વન રૂમ કિચનના ભાડૂતી ઘરમાં રહેતો છોકરો એક દિવસ મમ્મીને પૂછતો હશે : ‘હમારી જાયદાદ કે પેપર્સ કહાં હૈં ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment