ભારત દેશ અનોખો છે ! અહીં જે ઘટનાઓ બને છે, જે રીવાજો છે અને જે પબ્લિક છે… એવી દુનિયામાં ક્યાંય નથી ! દાખલા તરીકે…
***
માત્ર ભારતમાં…
ઇન્ક્વાયરી વિન્ડો ઉપર જઈને પૂછી શકો છો કે ‘સાડા સાત વાગ્યા વાળી ટ્રેન કેટલા વાગે આવશે ?’
***
માત્ર ભારતમાં…
કૂતરાંઓને બચાવવાના કેસ દસ દિવસમાં જીતાઈ જાય છે અને માણસોને બચાવવાના કેસો ૩૦-૩૦ વરસ લગી ચાલતા રહે છે !
***
માત્ર ભારતમાં…
અમેરિકાની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાના કરોડો મેસેજો અમેરિકન એપ વડે જ ફેલાવવામાં આવે છે !
***
માત્ર ભારતમાં…
મહિલાઓ ચંપલ ઘસડીને બ્રેક મારે, સાઈડ બતાવ્યા વિના વળી જાય… છતાં અકસ્માત થાય તો વાંક પુરુષનો જ હોય છે !
***
માત્ર ભારતમાં…
દસ પાણીપુરી ખાધા પછી અગિયારમી ‘કોરી પુરી’ ખાવી એ ભારતીય નાગરિકનો ‘મૌલિક અધિકાર’ ગણાય છે !
***
માત્ર ભારતમાં…
બે જ એવાં સ્થળો છે જ્યાં પૈસા આપ્યા છતાં જ તમારે ધાર્યું કામ ન થાય તો પૈસા પાછા મળતા નથી…
(૧) ધર્મસ્થાનો અને (૨) સ્કુલ-કોલેજો !
***
માત્ર ભારતમાં…
યંગ જનરેશનના ઓફલાઈન ફ્રેન્ડો કરતાં ઓનલાઈન ફ્રેન્ડો વધારે છે !
***
માત્ર ભારતમાં…
માત્ર સ્માર્ટ ફોન વાપરવાને કારણે નવી જનરેશન પોતાને સ્માર્ટ સમજી રહી છે !
***
બાકી માત્ર ભારતમાં…
ક્રિકેટરો નિષ્ફળ જાય તો પબ્લિક એમનાં ઘરે પથ્થરમારો કરે છે કે ‘સાલાઓ પૈસા ખાઈ ગયા છે !’ પરંતુ જે નેતાઓ ખુલ્લેઆમ કરોડો રૂપિયા ખાઈ જાય છે છતાં તે વારંવાર ચૂંટાતા જ રહે છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment