સાલું, નેપાળમાં જેન-ઝિએ આખો તખ્તાપલટ કરી નાંખ્યો ! કારણ શું ? તો કહે છે, ફેસબુક ઉપર શા માટે બાન મુક્યો ? ઇન્સ્ટાગ્રામ કેમ બંધ કર્યું ?
ભૈશાબ, હવે તો આ જનરેશથી સંભાળવું પડશે !
***
હવે ભારતના ભ્રષ્ટાચારી નેતાઓએ ચેતી જવં પડશે ! શી રીતે ?
ભ્રષ્ટાચાર અટકાવી દેવો પડશે ? ના ભઈ ના ! બસ, સોશિયલ મિડીયા સામે લાલ આંખ કરવાની હિંમત પણ નથી કરવાની !
‘કરપ્શન સે ડર નહીં લગતા સા’બ… બાન સે ડર લગતા હૈ !’
***
હવે યુવાનોની નોકરી છીનવી લો, વાંધો નથી. એમની ગર્લફ્રેન્ડો છીનવી લો… વાંધો નથી, એમના પૈસા છીનવી લો… તો પણ વાંધો નથી !
પણ એમના મોબાઈલ છીનવવાનો વિચાર પણ કર્યો છે તો તમારી ગાદી ગઈ સમજજો !
‘ડોન્ટ અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ જેન-ઝિ !’
***
નેપાળના યુવાનો હવે આખી દુનિયામાં રોલ મોડલ છે ! એમણે બે જ દિવસમાં સરકારનું પિલ્લું વાળી દીધું !
અને અહીં ભારતમાં ? અમુક લોકો હજી અમેરિકન પ્રોડક્ટોનો બહિષ્કાર કરવાનાં ગાણાં ગાઈ રહ્યા છે ! એમને કહો કે સાહેબો, આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટ્વિટર… એ બધું અમેરિકન જ છે !
‘હાથ લગાકર તો દેખો ? જલ જાઓગે !’
***
બિચારી ઓસ્ટ્રેલિયાની જેન-ઝિ આજે દુનિયાભરમાં મજાકનું સાધન બની ગઈ છે ! કેમકે ૧૬થી ઓછી ઉંમરના ટીનએજર્સ માટે સોશિયલ મીડિયા પર બાન આવ્યો છતાં એ બચ્ચાંઓ હજી ઘરમા જ ભરાઈને બેઠાં છે ?
‘શર્મ આની ચાહિયે ! સીખો કુછ નેપાલ સે !’
***
જતે દહાડે દુનિયામાં બે જ મહાશક્તિનું રાજ હશે… એક હશે અમેરિકાનું ‘ફેસબુક’ અને બીજું હશે ચાઈનાનું ‘ટિક-ટોક’ !
***
અગાઉ નેપાળના ગુરખા કહેતા હતા : ‘જી શાબ જી !’ હવે નેપાળના યુવાનો કહી રહ્યા છે ‘જી ફોર -જી ! જી ફાઈવ-જી !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment