ભોપાલના ‘બતોલેબાજ’ (ફાંકા મારના) વિશે એક કિસ્સો છે :
વાત બીજા વિશ્વયુદ્ધ વખતની છે. તે વખતે ભોપાલના નવાબ હિટલર વિશે બેફામ બોલ્યા કરતા હતા. હિટલરને ખબર પડી તો એણે નવાબ સાહેબને ધમકી આપી દીધી !
હવે જ્યારે નવાબના બાવર્ચીને ખબર પડી તો એને બહુ ગુસ્સો આવ્યો ! એણે મહેલમાંથી સીધો હિટલરને ફોન લગાડી દીધો !
સંજોગોવશાત્ ખુદ હિટલરે જ ફોન ઉપાડ્યો ! આ બાવર્ચી કહે છે ‘તુમ્હારી હિંમત કૈસે હુઇ હમારે નવાબ સા’બ કો ધમકાને કી ? હમ કિસી સે ડરતે નહીં હૈ ! તુમ ચૂપ રહો, વરના હમ તુમ્હેં ઠીક કર દેંગે !’
હિટલર પૂછે છે ‘તુમ હો કૌન ? મેરે પાસ બીસ લાખ સિપાહી કી ફૌજ હૈ ! તુમ્હારે પાસ ક્યા હૈ ?’
બાવર્ચી કહે છે ‘અમાં હમ ભી કુછ કમ નહીં, હમારે એક બન્નેમિયાં હૈ, એક છજ્જન હૈ, એક બલ્લુ હૈ... ઔર ભી કુછ લોગ હૈં ! હમ ડરતે નહીં તુમસે !’
હિટલરે કહ્યું ‘ભાઈ વિચાર કરી લેજો... નહીંતર ભારે પડશે.’
બાવર્ચી કહે ‘ઠીક હૈ. સોચ કે બતાતે હૈં !’
બીજા દિવસે ફરી ફોન લગાડ્યો. ફરી હિટલરે જ ઉપાડ્યો. ‘હાં ભાઈ ક્યા સોચા, તુમને ?’
‘બસ, પક્કા સોચ લિયા હૈ. તુમ સે લડ લેંગે ! તુમ આઓ તો સહી ?’
હિટલર કહે છે ‘ભાઈ, વિચારીને બોલજો ! હથિયાર કેટલાં છે તમારી પાસે ?’
બાવર્ચી કહે છે ‘દેખો, બન્નેમિયાં કે પાસ એક કટ્ટા હૈ, મેરે પાસ તો રસોઈ કી ઢેર સારી ચાકુ-છૂરીયાં હૈ ઔર બલ્લુ કે પાસ તલવાર ભી હૈ !’
હિટલર કહે ‘અમારી પાસે પાંચ હજાર ટેન્કો છે, દસેક હજાર તોપ છે, વિમાનો છે, બોમ્બ છે.. કંઈ સમજ પડે છે ?’
બાવર્ચી બોલ્યો ‘ઠીક હૈ, હમ બન્નેમિયાં ઔર બલ્લુ કે સાથ મશવરા કરતે હૈ, ફિર કલ બતાતે હૈં !’
બીજા દિવસે તો ખુદ હિટલરે જ ફોન કર્યો. ‘ક્યા સોચા બાવર્ચી ? જંગ કરની હૈ ?’
બાવર્ચી કહે છે ‘જંગ સે તો હમ નહીં ડરતે ! મગર ફિર યે ખયાલ આયા કિ આપ કી ફૌજ કો હમ હરા દેંગે તો આપ કે બીસ લાખ સિપાહી કો હમ રખ્ખેંગે કિધર ? ઇસ લિયે હમ આપકો માફ કર રહે હૈં.’
બરાબર એ જ વખતે ફોનમાં ‘ખટ્ટ્...’ કરતો અવાજ આવ્યો !
બીજા દિવસે ખબર પડી કે હિટલરે આત્મહત્યા કરી લીધી છે !
(આ કિસ્સો એ બહાદૂર શૂરવીરોને અર્પણ છે, જે પોતપોતાના ઘરે બેસીને પોતાના મોબાઈલમાં ટ્રમ્પને ‘બતાડી દેવાની’ ધમકીઓ આપી રહ્યા છે.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment