સીઆઈડી ઈન નવરાત્રિ !

પેલી સીઆઈડી સિરીયલ ભલે પુરી થઈ ગઈ, પરંતુ એસીપી પ્રદ્યુમ્ના અને દયાનાં પાત્રો હજી મનમાં રમે છે ! જરા કલ્પના કરો, જો એ લોકો આજે નવરાત્રિમાં અહીં આવે તો કેવી કેવી શાયરીઓ બને ! …

*** 

(સીઆઈડી વડોદરામાં)
શસ્તું જોણીને મેં તો
ધોતિયું શિવડાયું…
વાહ વાહ
શસ્તું જોણીંને મેં તો
ધોતિયું શિવડાયું…
અલ્યા દયા,
મને ઈનું ઈલાશ્ટીક
ચમ ઢીલું ઢીલું લાગે ?

*** 

(સીઆઈડી રાજકોટમાં)
ફાળિયું, કેડિયું ને ચોઈણું 
પે’રીને ગરબામાં મ્હાલશું…
આહાહા….
ફાળિયું, કેડિયું ને ચોઈણું
પે’રીને ગરબામાં મ્હાલશું…
એસીપી ભડક્યા, અલ્યા દયા
આ હંધુય
ખાખી કપડામાં કોણે શીવડાયુ ?

*** 

(સીઆઈડી મહેસાણામાં)
નચાઈ નચાઈ મારા
હોંધા ઢીલા કરી નોંખ્યા…
અરર…
નચાઈ નચાઈને મારા
હોંધા ઢીલા કરી નોંખ્યા..
એશીપી બોલ્યો, દયા
હાહારા ઢોલવાળાએ તો
કોંન ફાડી નોંખ્યા !

*** 

(સીઆઈડી અમદાવાદમાં)
દસ દુની વીસ
ને વીસ દુની ચાલીસ…
ગણજો લ્યા…
દસ દુની વીસ
ને વીસ દુની ચાલીસ
એસીપી બોલ્યા, દયા
મને એકસ્ટ્રા પાસ આલીશ ?

*** 

(સીઆઈડી સુરતમાં)
એમ ઉછલટી છે
ને તેમ ઉછલટી છે
પેલી ટુંકા બાલવારી
મને બો ગમતી છે !
એસીપી બોલ્યો દયા
તારી નોકરી જહે
આ મહિલા ટો
પોલીસવારી લાગટી છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments