ટ્રમ્પે પોતાની અવળચંડાઈ અને ધતિંગો વડે દુનિયાભરમાં એવો ઐતિહાસિક ખળભળાટ મચાવી દીધો છે કે હવે તો ટ્રમ્પ ઉપર કહેવતો પણ બની રહી છે ! જુઓ નમૂના…
***
ટ્રમ્પ ત્યાં જમ્પ (અંગ્રેજીવાળું જમ્પ)
***
બે પાડા લડે
તેમ ટ્રમ્પ કૂદીને પડે !
***
હું કરું હું કરું
એ જ અજ્ઞાનતા
નોબેલના પ્રાઈઝ માટે
ટ્રમ્પ નાચે !
***
લડ, કાં તો
લડ્યા વિના નોબેલ દે !
***
લેને ગયે થે નોબલ
લેકર આયે વૉર !
***
બળતામાં ઘી હોમ્યું
યુક્રેનમાં ટ્રમ્પ કૂદ્યા !
***
અંધેર નગરીમાં ટ્રમ્પ રાજા
ટકે શેર મિસાઈલ, ટકે શેર નોબેલ !
***
ટ્રમ્પના ટેરિફ…
નાખવાના જુદા, ને ધમકીના જુદા !
***
ટ્રમ્પ રશિયાને વઢે નહીં
ને ભારતને શિખામણ આપે !
***
નાચવુ નહીં, ત્યાં ટેરિફ ઘણાં !
***
ટ્રમ્પ ખેંચે ટેરિફ ભણી
ભારત ખેંચે ચીન ભણી !
***
પુતિન પિંગ ને મોદી
ટ્રમ્પની ડગી ગાદી !
***
ટ્રમ્પ પડ્યા, તોય ટેરિફ ઊંચી
***
ટ્રમ્પને કોણ કહે, તારું મોં ગંધાય ?
***
ટ્રમ્પે કઢાયા ઢેકા
તો ભારતે શોધ્યા મોકા !
***
ટ્રમ્પનાં લક્ષણ ટેરિફમાં
મોદીના લક્ષણ ચીનમાં !
***
અબ પછતાયે હોત ક્યા
યાદ છે ? મોદીએ જીતાડ્યા ટ્રમ્પને !
***
હાથનાં કર્યાં હૈયે વાગ્યાં
ટ્રમ્પનાં લખ્ખણે અમેરિકન દાઝ્યા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment